ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીને પછાડી નંબર-1 બેટ્સમેન બન્યો સ્ટીવ સ્મિથ

જમૈકા ટેસ્ટમાં પ્રથમ બોલ પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં તેનું નુકસાન ભોગવવું પડ્યું છે. આઈસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાન પર ખસકી ગયો છે. 

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીને પછાડી નંબર-1 બેટ્સમેન બન્યો સ્ટીવ સ્મિથ

નવી દિલ્હીઃ જમૈકા ટેસ્ટમાં પ્રથમ બોલ પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આઈસીસી દ્વારા મંગળવારે જારી ટેસ્ટ રેન્કિંગમાં હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાન પર વાપસી કરી છે. સ્મિથના હવે રેન્કિંગમાં 904 પોઈન્ટ છે, જ્યારે 903 પોઈન્ટની સાથે વિરાટ કોહલી બીજા સ્થાન પર આવી ગયો છે. 

વિરાટ કોહલીએ જમૈકા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઈનિંગમાં વિરાત બેટિંગ માટે આવ્યો તો પ્રથમ બોલ પર કેમાર રોચનો શિકાર થયો હતો. તેનાથી વિરાટના પોઈન્ટમાં ઘટાડો થયો અને એશિઝમાં ત્રીજી ટેસ્ટ મિચ કરનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની પાસે વિરાટથી 1 પોઈન્ટ વધુ થઈ ગયો, જેથી તેણે ઓગસ્ટ 2019 બાદ પ્રથમ સ્થાન પર વાપસી કરી છે. 

— ICC (@ICC) September 3, 2019

સ્મિથ ડિસેમ્બર 2015થી ઓગસ્ટ 2018 સુધી સતત પ્રથમ નંબરની પોઝિશન પર હતો. ત્યારબાદ માર્ચ 2018મા તેને આફ્રિકામાં એક ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંદનો દોષી ઠેરવવામાં આવ્યો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. 

એશિઝ ટેસ્ટની પ્રથમ મેચમાં સ્મિથે શાનદાર વાપસી કરી અને હજુ તેણે બે ટેસ્ટની ત્રણ ઈનિંગ રમી હતી કે વિરાટથી પોતાનું પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું હતું. આ ત્રણ ઈનિંગમાં સ્મિથે કુલ 378 (144, 142 અને 92) રન બનાવ્યા હતા. સ્મિથની પાસે હાલની એશિઝમાં હજુ બે ટેસ્ટ બાકી છે એટલે કે તેની પાસે તક છે કે તે વિરાટથી પોતાના એક પોઈન્ટના સામાન્ય અંતરને વધુ વધારી શકે. 

લોર્ડ્સ ટેસ્ટમાં માથા પર બોલ વાગવાને કારણે સ્મિથે બીજી ટેસ્ટમાંથી ખસી જવું પડ્યું હતું અને તેના સ્થાને માર્નસ લાબુશેનને તક મળી હતી. આ પહેલા સ્મિથે એશિઝની પ્રથમ ટેસ્ટ (બર્મિંઘમ)ની બંન્ને ઈનિંગમાં (144 અને 142) સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ લોર્ડ્સમાં પણ તેને 92 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને જોફ્રા આર્ચરના બોલ પર ઈજા થતાં તે બહાર થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news