માત્ર 12 ટેસ્ટ મેચ રમી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો જસપ્રીત બુમરાહ

મંગળવારે જાહેર થયેલા આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહે ચાર સ્થાનની છલાંગ લગાવતા ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. બીજી ટેસ્ટ પહેલા તે 7મા સ્થાને હતો. સિરીઝ શરૂ થતાં પહેલા બુમરાહ રેન્કિંગમાં 16મા ક્રમે હતો. 
 

માત્ર 12 ટેસ્ટ મેચ રમી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો જસપ્રીત બુમરાહ

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે માત્ર 12 ટેસ્ટ મેચમાં પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસિલ કરતા ટોપ ત્રણમાં પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં બુમરાહે કુલ 13 વિકેટ હાસિલ કરી હતી. આ પ્રદર્શનની મદદથી તે આઈસીસી ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 

મંગળવારે જાહેર થયેલા આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહે ચાર સ્થાનની છલાંગ લગાવતા ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. બીજી ટેસ્ટ પહેલા તે 7મા સ્થાને હતો. સિરીઝ શરૂ થતાં પહેલા બુમરાહ રેન્કિંગમાં 16મા ક્રમે હતો. 

વેસ્ટ ઈન્ડિઝમાં બુમરાહ બન્યો ઘાતક બોલર
એન્ટીગામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં બુમરાહે માત્ર 7 રન આપીને 5 વિકેટ હાસિલ કરી હતી. આ પ્રદર્શન બાદ તે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ એશિયન બોલર બની ગયો હતો. 

— ICC (@ICC) September 3, 2019

ટેસ્ટ હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર
જમૈકા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બુમરાહે છ વિકેટ ઝડપી જેમાં બેટ્રિક પણ સામેલ છે. હરભજન સિંહ અને ઇરફાન પઠાણ બાદ બુમરાહ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. 

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-3ની સફર
બુમરાહે જાન્યુઆરી 2018મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. પ્રથ મેચ બાદ બુમરાહની રેન્કિંગમાં 85મી હતી. બીજા મુકાબલામાં તે 67મા સ્થાને પહોંચ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં બુમરાહે 42મું સ્થાન હાસિલ કર્યું હતું. 5મી ટેસ્ટ બાદ તે 38મા સ્થાન પર હતો અને 9મી ટેસ્ટ બાદ તે ટોપ-20મા જગ્યા બનાવવામાં સફળ થયો હતો. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ બુમરાહ સાતમાં સ્થાન પર હતો અને કરિયરની 12મી ટેસ્ટ રમ્યા બાદ બુમરાહ ટોપ ત્રણ ટેસ્ટ બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. જે રીતે બુમરાહ બોલિંગ કરી રહ્યો છે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પૂરી થયા પહેલા તે રેન્કિંગમાં વધુ સુધાર કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news