ઇપોહ (મલેશિયા): ભારતે અહીં એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 2-0થી હરાવીને સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી છે. વરૂણ કુમારે 24મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને લીડ અપાવી હતી. ત્યારબાદ સિમરનજીત સિંહે 55મી મિનિટે કેપ્યન મનપ્રીત સિહંના શાનદાર પાસને ડાઇવિંગ મેદાન ગોલ કર્યો હતો. તેનાથી 5 વખતની ટીમ ત્રણ પોઈન્ટ મેળવવામાં સફળ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ પોતાના આગામી લીગ મેચમાં રવિવારે કોરિયા સામે ટકરાશે, ત્યારબાદ તેનો સામનો મલેશિયા (26 માર્ચ), કેનેડા (27 માર્ચ) અને પોલેન્ડ (29 માર્ચ) સામે થશે. રાઉન્ડ રોબિન લીગ સ્ટેજમાં ટોપ બે ટીમો 30 માર્ચે રમાનારા ફાઇનલમાં ટકરાશે. પ્રથમ ક્વાર્ટર ગોલરહિત રહ્યા બાદ ભારતે ધીમે-ધીમે મેચ પર દબદબો બનાવવાનું શરૂ કર્યું હતું. બીજા ક્વાર્ટરની 8મી મિનિટે ભારતે એક પેનલ્ટી કોર્નર મેળવ્યો અને વરૂણના શક્તિશાળી ડ્રૈગફ્લિકથી તેને જાપનના ગોલમાં પહોંચાડવામાં કોઈ ભૂલ ન કરી. 


મિડફીલ્ડમાં કેપ્ટન મનપ્રીત અને કોથાજીત સિંહે ગોલ કરવાની ઘણી તક બનાવી પરંતુ ફોરવર્ડ પંક્તિએ આ તક ગુમાવી દીધી હતી. ત્રીજા ક્વાર્ટરમાં જાપાને 33મી મિનિટે પ્રથમ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો પરંતુ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ તેને નિષ્ફળ કરવામાં સફળ રહ્યો હતો. ભારતે બીજો ગોલ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો. પરંતુ આ વખતે વરૂણ ચુકી ગયો, જેથી જાપાનની ટીમે વળતો હુમલો શરૂ કર્યો હતો. પરંતુ બીરેન્દ્ર લકડાની સતર્કતાએ ટીમને નુકસાનથી બચાવી હતી. 


જાપાને 55મી મિનિટે વધારાના ખેલાડીને લાવવા માટે ગોલકીપરને હટાવી દીધો, પરંતુ તેનો આ નિર્ણય તેના પર ભારે પડ્યો કારણ કે ભારતને તેનો ફાયદો ઉઠાવીને પોતાની લીડ બમણી કરી લીધી હતી. સિમરનજીતે ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. અંતે ભારતે 2-0થી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર