ક્રિકેટના ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે ભારત-પાક વચ્ચેની આ 5 હાઈ વોલ્ટેજ મેચ, પોક મુકીને રોતા હતા પાકિસ્તાની ખેલાડીઓ!
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના મેદાન પર થનારી હરિફાઈ કોઈનાથી છૂપાયેલી નથી. ફરી એકવાર બંને પાડોશી દેશો ટી-20 વર્લ્ડ કપ 2021માં આમને-સામને થશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ Ind Vs Pak: ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના મેદાન પર થનારી હરિફાઈ કોઈનાથી છૂપાયેલી નથી. ફરી એકવાર બંને પાડોશી ટીમ ટી-20 વર્લ્ડ કપ 2021માં આમને-સામને જોવા મળશે. 24 ઓક્ટોબરે દુબઈમાં થનારી મહામેચ પર બધાની નજર રહેલી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કમાન વિરાટ કોહલીના હાથમાં હશે. જ્યારે બાબર આઝમ પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ઈતિહાસ સાક્ષી છે કે બંને પાડોશી દેશની વચ્ચે લગભગ બધી મેચ યાદગાર રહી છે. પરંતુ કેટલીક મેચ એવી રહી જેને ફેન્સ ક્યારેય ભૂલી શકશે નહીં. ત્યારે આવો જાણીએ તે પાંચ યાદગાર મેચ વિશે, જે હંમેશા ફેન્સના દિમાગમાં તાજી છે.
(1) 1986- ચેતન શર્માના છેલ્લા બોલ પર મિયાંદાદની સિક્સર:
શારજાહમાં રમાયેલી ઓસ્ટ્રલ-એશિયાની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 245 રન બનાવ્યા. સુનિલ ગાવસ્કરે સૌથી વધારે 92 રનનું યોગદાન આપ્યું. તે ઉપરાંત કૃષ્ણમાચારી શ્રીકાંતે 75 રન અને દિલીપ વેંગસકરે પણ અડધી સદી ફટકારી. જ્યારે પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 248 ર બનાવીને મેચ જીતી લીધી. પાકિસ્તાનને છેલ્લા બોલે જીતવા માટે ચાર રનની જરૂરિયાત હતી. અને જાવેદ મિયાંદાદે ચેતન શર્માના બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી. જાવેદ મિયાંદાદે આ મેચમાં અણનમ 116 રનની ઈનિંગ્સ રમી હતી.
(2) 1987- જ્યારે ટાઈ થયેલ મેચમાં ભારતની થઈ જીત:
હૈદરાબાદમાં રમાયેલી વન-ડે મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટે 212 રન બનાવ્યા. રવિ શાસ્ત્રીએ અણનમ 69 રન અને કેપ્ટન કપિલ દેવે 59 રનનું યોગદાન આપ્યું. જવાબમાં પાકિસ્તાની ટીમ પણ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 212 રન જ બનાવી શકી. પાકિસ્તાન માટે સલીમ મલિકે સૌથી વધારે 84 રન બનાવ્યા હતા. મેચ તો ટાઈ થઈ ગઈ. પરંતુ ભારતે આટલા રન 6 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાને 212 રન બનાવવા માટે સાત વિકેટ ગુમાવી હતી. આથી ઓછી વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવ્યું.
(3) 2003- જ્યારે સચિને શોએબની ધોલાઈ કરી:
સેન્ચુરિયનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ મેચને કોણ ભૂલી શકે. પાકિસ્તાને પહેલા દાવમાં સાત વિકેટે 273 રનનો સ્કોર બનાવ્યો. સઈદ અનવરે 101 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ભારત તરફથી ઝહીર ખાન અને આશિષ નહેરાએ બે-બે વિકેટ ઝડપી. જવાબમાં ભારતે 26 બોલ બાકી હતા ત્યારે 6 વિકેટથી મેચ જીતી લીધી. સચિન તેંડુલકરે 75 બોલમાં 98 રનની શાનદાર ઈનિંગ્સ રમી. જેમાં 12 ફોર અને એક સિક્સ હતી. પોતાની ઈનિંગ્સ દરમિયાન સચિન શોએબ અખ્તર અને વકાર યૂનૂસની ધોલાઈ કરી હતી. સચિન ઉપરાંત યુવરાજ સિંહે 50 અને રાહુલ દ્રવિડે 44 રનની ઈનિંગ્સ રમી હતી.
Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!
(4) ટી-20 વર્લ્ડ કપ 2007 - ભારત વિજેતા બન્યું:
આ ટી-20 વર્લ્ડ કપમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 157 રન બનાવ્યા. ભારત માટે ગંભીરે 54 બોલમાં 75 રનની ઈનિંગ્સ રમી. ગંભીર ઉપરાંત રોહિત શર્માએ અંતિમ ઓવરોમાં અણનમ 30 રનની ઈનિંગ્સ રમી. જવાબમાં પાકસ્તાની ટીમે 6 વિકેટે ગુમાવીને 77 રન બનાવ્યા હતા. પરંતુ ફરી એકવાર મિસબાહ ઉલ હકે 43 રનની સાથે ભારતના બોલરોની મુશ્કેલી વધારી દીધી. મિસબાહે યાસિર અરાફાત અને સોહેલ તનવીરની સાથે ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની સ્થિતિમાં લાવી દીધું. પાકિસ્તાનને છેલ્લા ચાર બોલમાં 6 રન બનાવવાના હતા. પરંતુ જોગિંદર શર્માએ મિસબાહ ઉલ હકને શ્રીસંતના હાથે કેચ કરાવીને ભારતને યાદગાર જીત અપાવી.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
(5) 2011 - ભારતે સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું:
2011માં ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. પરંતુ ફાઈનલથી પણ વધારે યાદગાર મેચ ભારત-પાકિસ્તાનની સેમીફાઈનલ હતી. મોહાલીમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં નવ વિકેટે 260 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 85 અને વિરેન્દ્ર સેહવાગે 38 રનની તોફાની બેટિંગ કરી હતી. પાકિસ્તાન માટે વહાબ રિયાઝે શાનદાર બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય બોલરોએ પાકિસ્તાન ટીમને 231 રન પર ઓલ આઉટ કરીને મેચને 29 રનથી જીતી લીધી. મિસબાહ ઉલ હકે સૌથી વધારે 56 રન બનાવ્યા હતા. ભારત માટ ઝહીર ખાન, આશિષ નહેરા, હરભજન સિંહ, મુનાફ પટેલ અને યુવરાજ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી.
શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube