India Tour Of SA: આ 5 ભારતીયોએ સાઉથ આફ્રિકામાં બેટથી મચાવી ધમાલ, જાણો તેમની બેસ્ટ ઈનિંગ્સ
હાલની ભારતીય ટીમમાં બે એવા બેટ્સમેન છે, જેમણે છેલ્લી સાઉથ આફ્રિકાની ધરતી પર કમાલની બેટિંગ કરી હતી અને દિગ્ગજોને કાયલ કરી દીધા હતા. જો ટોપ-5 મોટી ભારતીય ઈનિંગ્સને જોઈએ તો તેમાં એક રાહુલ દ્રવિડનું નામ પણ છે.
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ બંને ટીમની વચ્ચે ત્રણ ટેસ્ટ અને પછી એટલી જ વન-ડે સિરીઝ પણ રમાશે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં કોઈપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતી નથી. એવામાં ટીમની પાસે આ વખતે ઈતિહાસ રચવાની તક છે. હાલની ભારતીય ટીમમાં બે એવા બેટ્સમેન છે. જેમણે છેલ્લાં સાઉથ આફ્રિકામાં કમાલની ઈનિંગ્સ રમી હતી અને દિગ્ગજોને કાયલ કરી દીધા હતા. જો ટોપ-5 મોટી ભારતીય ઈનિંગ્સને જોઈએ તો તેમાં એક રાહુલ દ્રવિડનું નામ પણ છે. જે આ વખતે ટીમના કોચ બનીને સાથે આવ્યા છે. આવો જાણીએ સાઉથ આફ્રિકામાં રમેલી ભારતીય બેટ્સમેનોની ટોપ-5 ઈનિંગ્સ.
1. ચેતેશ્વર પૂજારા (153 રન):
2013માં ભારતીય ટીમની સાથે ચેતેશ્વર પૂજારા પણ ગયો હતો. આ સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ટેસ્ટ 18 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમી હતી. આ મેચમાં ચેતેશ્વર પૂજારા પહેલા દાવમાં માત્ર 25 રન જ બનાવી શક્યો હતો. જોકે બીજા દાવમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર ઈનિંગ્ર રમી હતી. જેમાં પૂજારાએ 270 બોલ રમીને 153 રન બનાવ્યા હતા. તેના કારણે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 458 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.
આ પણ વાંચોઃ IND VS SA: આફ્રિકા સામે જીતવા કોહલીએ બનાવી ખાસ રણનીતિ, આ પ્લાન સાથે ઉતરશે ભારત
2. વિરાટ કોહલી (119 રન):
2013ના તે પ્રવાસે રમાયેલ પહેલી જોહાનીસબર્ગ ટેસ્ટમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયો હતો. પહેલા દાવમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ 24 રન પર બે વિકેટ ગુમાવી હતી. ત્યારે કોહલીએ ઈનિંગ્સને સંભાળી અને 181 બોલમાં 119 રનની ઈનિંગ્સ રમી. તેના કારણે ટીમ ઈન્ડિયાએ 280 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બીજા દાવમાં પણ કોહલીએ 96 રન બનાવ્યા હતા. જ્યારે પૂજારાએ સદી ફટકારી હતી.
3. રાહુલ દ્રવિડ (148 રન):
સાઉથ આફ્રિકાના 1996-97 પ્રવાસ પર રાહુલ દ્રવિડનું બેટ ચાલ્યું હતું. સિરીઝની છેલ્લી અને ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં પહેલા બેટિંગ કરી હતી. ત્યારે ભારતીય ટીમે 46 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. એવામાં દ્રવિડ દિવાલ બનીને ઉભો રહ્યો અને 362 બોલનો સામનો કરતાં 148 રનની ઈનિંગ્સ રમી. તેના કારણે ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં 410 રનનો સ્કોર બનાવેયો. ભારતે આ મેચ જીતવા માટે સાઉથ આફ્રિકાને 356 રનનું લક્ષ્યાંક આપ્યુ. આ મેચ પણ ડ્રોમાં પરિણમી હતી.
આ પણ વાંચોઃ KKR નો આ ખેલાડી વિરાટ બાદ બની શકે છે RCB નો કેપ્ટન! લે છે ધોની જેવા નિર્ણયો
4. વીવીએસ લક્ષ્મણ (96 રન):
2010ના સાઉથ આફ્રિકા પ્રવાસ પર સિરીઝની બીજી ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણે શાનદાર ઈનિંગ્સ રમી હતી. તેણે 96 રન બનાવ્યા હતા. જોકે તે સદી ફટકારી શક્યો ન હતો. લક્ષ્મણે પહેલા દાવમાં 38 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં 96 રન બનાવ્યા. તેના કારણે ટીમ ઈન્ડિયાએ 303 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચ ભારતે જીતી લીધી હતી.
5. સૌરવ ગાંગુલી (51 રન):
પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલના બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ 2006ની જોહાનીસબર્ગ ટેસ્ટમાં અણનમ 51 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. ગાંગુલીની આ ઈનિંગ્સ તે સમયે આવી હતી જ્યારે ગ્રેગ ચેપલના કોચ બન્યા પછી ગાંગુલીને કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં રમતાં ગાંગુલીએ ટીકાકારોને જવાબ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 123 રનથી જીતી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube