નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (IND vs AUS WTC Final 2023) માટે જોરદાર તૈયારી કરી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ લંડન પહોંચી ચુક્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ડ્રો થવાની સ્થિતિમાં બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુકાબલામાં પાંચ દિવસ વરસાદની ભવિષ્યવાણી નથી, જે ફેન્સ માટે રાહતના સમચાાર છે. કારણ કે કોઈપણ ક્રિકેટ ફેન્ચની ઈચ્છા વરસાદના વિઘ્ન વગર મેચ જોવાની હોય છે. શરૂના 4 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ જો મેચમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે છે અને તેના કારણે રમત પર અસર પડે છે તો રિઝર્વ ડેની પણ જોગવાઈ છે. 


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાને ફાઈનલ મેચ પહેલા લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર


આ સ્થિતિમાં થશે રિઝર્વ ડેનો ઉપયોગ
દરરોજ 6 કલાકની રમત રમાશે. જો કોઈ કારણે 5 દિવસમાં કુલ 30 કલાકની મેચ શક્ય ન બને તો રિઝર્વ ડેનો ઉપયોગ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા (ind vs aus wtc final 2023)ની ટીમો પ્રથમવાર ઓવલમાં આમને-સામને થશે. આ પહેલા બંને ટીમનો સામનો આ મેદાન પર થયો નથી.  પરંતુ બંને ટીમે અહીં યજમાન ઈંગ્લેન્ડ સામે જરૂર મેચ રમી છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયા પ્રથમવાર ઓવલમાં ટકરાશે
ભારતીય ટીમે ધ ઓવલ (Team India the Oval Records) માં અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં બે વખત જીત મળી છે, જ્યારે પાંચ વખત હાર અને સાત મેચ ડ્રો રહી છે. તો ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર 38 ટેસ્ટમાંથી 7માં જીત મેળવી છે. 17 મેચમાં કાંગારૂનો પરિચય થયો છે. જ્યારે 14 મેચ ડ્રો રહી છે. ભારતે આ મેદાન પર છેલ્લે 2021માં જીત મેળવી હતી. ત્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube