IND vs BAN: વાહ ટીમ ઈન્ડિયાના શેર! બાંગ્લાદેશની તોફાની બોલિંગ સામે અશ્વિને રાખી દેશની લાજ, જબરા ધોયા
India vs Bangladesh 1st Test: બાંગ્લાગદેશ વર્સિસ ઈન્ડિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા મહારાથી ફ્લોપ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને ટીમ ઈન્ડિયાની લાજ રાખી, અશ્વિન-જડ્ડુની જોડીએ બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરી
India vs Bangladesh 1st Test: બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા ક્રિકેટર્સ ફેલ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટશન અને ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને 7 મા નંબર પર બેટિંગ કરવા આવતાની સાથે જ બાંગ્લાદેશની ટીમને ઝટકો આપ્યો. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પહેલા સેશનમાં મેજબાન ટીમ પર ગાળિયો કસાયો. વિરાટ, રોહિત, ગિલ અને પંત જેવા દિગ્ગજોની વિકેટ બાદ બાંગ્લાદેશની ટીમ ગેલમાં આવી ગઈ હતી. પરંતુ અશ્વિન અને જાડેજાની બેટિંગે મહેમાન ટીમને દિવસે તારા બતાવી દીધા.
અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું
સદીની નજીક પહોંચ્યો જાડેજા
અશ્વિનથી હટીને વાત કરીએ તો બીજી તરફ જાડેજાએ બાંગ્લાદેશનું ફીણ કાઢી નાંખ્યું હતું. દિવસ પૂરો થતા ભારતીય ટીમે 339 રન સ્કોર બોર્ડ પર બનાવ્યા હતા. અશ્વિન જાડેજાની ટીમે 195 રનની પાર્ટનરશિપ કરી હતી. બાકી બેટ્સમેનની વાત કરીએ તો, વિરાટ, રોહિત અને ગિલ જેવા સ્ટાર પણ લાંબી ઈનિંગ રમી શક્યાન હતા. કેએલ રાહુલ પણ ફ્લોપ સાબિત થયાહ તા. પંતે મિડલ ઓર્ડરમાં ઠીક ઠીક 39 રનની પારી રમીને પોતાનું યોગદાન આપ્યુ હતું.