ભૂખ લાગવા પર ફૂડ પેકેટ ખાનારા સાવધાન! 3601 કેમિકલ પેકેટમાંથી શરીરમાં જાય છે
food packaging chemical : ભૂખ લાગવા પર પેકેજ ખરીદીને ભૂખ સંતોષવાનું ટાળો, તમને ખબર નથી કે આ પેકેજ ફૂડ તમારા પેજમાં હજારોની સંખ્યામાં કેમિકલ પધરાવી રહ્યાં છે
Trending Photos
food packaging chemical foung in human body : આજકાલ પેકેજ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન તેજીથી વધી રહ્યું છે. પરંતું શું તમે જાણો છો કે, આ ફૂડમાં ન માત્ર પોષક તત્વોની ઉણપ હોય છે, પરંતું તે ખતરનાક કેમિકલથી પણ ભરેલા હોય છે. હાલમાં જ જનરલ ઓફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટ્લ એપિડોમિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં ચોંકાવનારા તથ્યનો ખુલાસો થયો છે. માનવ શરીરમાં ફૂડ પેકેજિંગ કે બનાવવાની પ્રોસેસમાં ઉપયોગમાં કરાતા 3600 થી વધુ કેમિકલ મળી આવ્યા છે. જે આપણા સ્વાસ્થય માટે બહુ જ હાનિકારક થઈ શકે છે.
ખોરાક યોગ્ય રીતે સાફ કરીને પકાવતા આપણને હંમેશા એવું લાગે છે કે આપણને જરૂરી પોષક તત્વો મળી રહ્યાં છે. પરંતું એક રિસર્ચ જણાવે છે કે, પેકેજ ફૂડમાં અનેક ખતરનાક કેમિકલ હોય છે. જે પેકેજિંગથી ભોજનમાં ભળી જાય છે. આ કેમિકલમાંછી 100 એવા છે, જે માનવ સ્વાસ્થય માટે બહુ જ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. તેમાં કેટલાક કેમિકલ એવા છે જે ન માત્ર સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે, પરંતું લાંબા સમય સુધી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેમાં સૌથી સામાન્ય કેમિકલ PFAs (પલ્ફ્યુરોએલ્કાઈલ પદાર્થ) અને બિસ્ફોનલ એ છે.
3600 થી વધુ કેમિકલ મળ્યા
AFP ના રિપોર્ટ અનુસાર, શોધકર્તાએ પહેલા 14000 ફૂડ કોન્ટેક્ટ કેમિકલ (FCCs) નું ડોક્યુમેન્ટેશન કર્યું, જે પ્લાસ્ટિક, કાગળ, મેટલ અને અન્ય સામગ્રીઓથી બનેલા પેકેજિંગથી ભોજનમાં મિક્સ થઈ શકે છે. આ કેમિકલના સોર્સ પેકેજિંગ સામગ્રી, ક્વાયર બેલ્ટ કે પછી ફડ પ્રોસેસના ઉપયોગમાં લેવાતા વાસણ પણ હોઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, કુલ 3601 કેમિકલ માનવ શરીરમાં મોજુદ છે.
બિસ્ફોનલ એ અને ફ્થૈલેટ્સનો ખતરો
રિસર્ચના મુખ્ય લેખક બિર્ગટ ગુએકે જણાવ્યું કે, આ રિસર્ચમાં એ જાણવા ન મળ્યું કે, તમામ કેમિકલ શરીરમાં માત્ર ફૂડ પેકેજિંગના કારણે જ પહોંચ્યા છે. કારણ કે, અન્ય સ્ત્રોત પણ હોઈ શકે છે. પરંતું એ સ્પષ્ટ છે કે, પેકિજંગથી ભોજનમાં ખતરનાક કેમિકલનું મિશ્રણ હોય છે.
સ્વાસ્થય પર ખરાબ અસર
ગુએકે એમ પણ જણાવ્યું કે, કેમિકલ્સના સ્વાસ્થય પર પ્રભાવ વિશે હજી બહુ જ ઓછી માહિતી ઉપલબ્ધ થઈ છે. તેના માટે ઊંડા રિસર્ચની આવશ્યકતા છે. તેમણે એ પણ ચેતવણી આપી કે, કેમિકલ એકબીજાની સાથે ઈન્ટરએક્ટ કરી શકે છે. જેનાથી શરીર પર વધારે ઘાતક અસર પડી શકે છે. એક સેમ્પલમાં 30 અલગ અલગ PFAs મળી આવ્યા છે. જે આ વાતના સંકેત આપે છે કે, આ સમસ્યાને હળવાશમાં લેવાનો સમય નથી.
સુરક્ષિત રહેવા શું કરવું
રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ સલાહ આપી કે, પેકિજંગના સંપર્કમાં આવતા ભોજનનો ઉપયોગ ટાળો. ક્યારેય પેકેજિંગમાં રહેલા ભોજનને ગરમ ન કરો. આ ઉપરાંત તાજા તેમજ ઓછા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું રહેશે અને પેકેજ ફૂડથી અંતર બનાવી રાખો. જે તમારા આરોગ્યને તંદુરસ્ત રાખળે. આ રિસર્ચ આપણને વિચારવા મજબૂર કરે છે કે, આપણું ભોજન કેટલું સુરક્ષિત છે. તેના માટે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પેકેજ્ડ ફૂડના વધતા ઉપયોગની સાથે આ કેમિકલ્સના પ્રભાવો પર એક રિસર્ચ કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે