Ind vs Eng: બેન સ્ટોક્સનો ચોંકાવનારો ખુલાસો, ચોથી ટેસ્ટ મેચમાં અચાનક ઘટી ગયું હતું ઈંગ્લિશ ખેલાડીઓનું વજન
India vs England: સ્ટોક્સ (Ben Stokes) એ કહ્યુ, `ઈંગ્લેન્ડના ખેલાડી સંપૂર્ણ રીતે ઈંગ્લેન્ડ માટે સમર્પિત છે અને મને લાગે છે કે પાછલા સપ્તાહે તે જોવા મળ્યુ જ્યારે અમારામાંથી કેટલાક ખેલાડી બીમાર પડી ગયા હતા અને તેવામાં 41 ડિગ્રી તાપમાનમાં રમવુ ખરેખર મુશ્કેલ હતું.
અમદાવાદઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ ખુલાસો કર્યો છે કે ભારત વિરુદ્ધ હાલમાં અમદાવાદમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન તેનું અને તેના સાથી ખેલાડીઓનું અચાનક વજન ઘટી ગયું હતું, કારણ કે મેચ પહેલા તેના ખેલાડી પેટ સાથે જોડાયેલી બીમારીનો સામનો કરી રહ્યા હતા. ભારતે પાછલા સપ્તાહે ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 25 રનથી જીત મેળવી ચાર મેચોની સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી.
સ્ટોક્સનું વજન 5 કિલો ઓછુ થયુ
સ્ટોક્સ (Ben Stokes) એ કહ્યુ, 'ઈંગ્લેન્ડના ખેલાડી સંપૂર્ણ રીતે ઈંગ્લેન્ડ માટે સમર્પિત છે અને મને લાગે છે કે પાછલા સપ્તાહે તે જોવા મળ્યુ જ્યારે અમારામાંથી કેટલાક ખેલાડી બીમાર પડી ગયા હતા અને તેવામાં 41 ડિગ્રી તાપમાનમાં રમવુ ખરેખર મુશ્કેલ હતું.' સ્ટોક્સે કહ્યુ, ' મારૂ એક સપ્તાહમાં વજન પાંચ કિલો ઓછુ થયું. ડોમ સિબ્લીનું ચાર કિલો અને જેમ્સ એન્ડરસનનું ત્રણ કિલો વજન ઓછુ થયું. જેક લીચ બોલિંગ સ્પેલને વચ્ચે મેદાનમાં છોડી જઈ રહ્યો હતો અને શૌચાલયમાં વધુ સમય પસાર કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: T-20માં પણ ઈંગ્લેન્ડનું ટેન્શન વધશે, છેલ્લી 5 મેચમાં રહ્યો છે ભારતનો દબદબો
સ્ટોક્સને ઈંગ્લેન્ડની ટીમ પર ગર્વ
રિષભ પંત (Rishabh Pant) ના 101 અને વોશિંગટન સુંદરના અણનમ 96 રનની મદદથી ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા. ભારતે ત્યારબાદ ઈંગ્લેન્ડને 135 રનમાં ઓલઆઉટ કરી મેચ જીતી હતી. સ્ટોક્સે કહ્યુ, આ કોઈ પ્રકારનું બહાનું નથી, કારણ કે દરેક રમવા માટે તૈયાર હતા. ભારત અને વિશેષ રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યુ, પરંતુ અમારા ખેલાડીઓએ જે રીતે ઈંગ્લેન્ડની જીત માટે પ્રયાસ કર્યો તે માટે હું તેની પ્રશંસા કરુ છું.
ક્રિકેટ પર છે ઈંગ્લેન્ડ ટીમનું ફોકસ
ઈંગ્લેન્ડ ટીમના ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન માટે કેટલાક પૂર્વ ખેલાડીઓએ આલોચના કરી હતી. પરંતુ સ્ટોક્સે કહ્યુ કે, આ મહત્વપૂર્ણ ખેલાડી આ વસ્તુ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાની રમતમાં સુધાર પર ધ્યાન આવે. તેમણે કહ્યું, તમારા કેપ્ટન, તમારા કોચ અને તમારા સાથીઓના વિચાર મહત્વ રાખે છે જો એક સારી ટીમ અને તમને મજબૂત ખેલાડી બનાવવાનો પ્રયાસ કરે છે. અમારા ઘણા ખેલાડીઓનો આ ભારતનો પ્રથમ પ્રવાસ હતો અને તેને ઘણું શીખવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube