નવી દિલ્હીઃ  India vs England Gautam Gambhir picked playing XI for first test against England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ 5 ફેબ્રુઆરીથી થશે અને પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. આ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ પોતાની પસંદગીની પ્લેઇંગ ઇલેવનનની પસંદગી કરી છે. આ ટેસ્ટ સિરીઝ રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી જેવા ખેલાડી ઈજાને કારણે ઉપલબ્ધ નથી, તેવી સ્થિતિમાં તેણે જે ટીમ પસંદ કરી છે તે ખુબ સંતુલિત જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની ટીમ મજબૂત ટીમ છે અને શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ તેનું મનોબળ ઉચું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવવા માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી સાવધાનીપૂર્વક કરવી પડશે અને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને હરાવવુ પડશે. હવે ગંભીરે પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમાં તેણે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે શુભમન ગીલ (Shubhman gill) ને આપી છે. 


Virat Kohli) ની ટીમમાં વાપસી થઈ ચુકી છે અને ત્યારબાદ મધ્યમક્રમ માટે ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રહાણેની પસંદગી કરી છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેણે રિષભ પંતની પસંદગી કરી જ્યારે સાહાને બહાર રાખ્યો છે. ગંભીરે ટીમમાં અક્ષર પટેલ અને અશ્વિન તરીકે ટીમમાં બે સ્પિનર ઓલરાઉન્ડરની પસંદગી કરી છે, જ્યારે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવ છે. ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે. 


આ પણ વાંચોઃ ICC ODI Ranking: Virat અને Rohit નો જલવો, જાણો કોને કઈ મળી પોઝિશન


ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ગૌતમ ગંભીરની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube