માન્ચેસ્ટરઃ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર રમાઇ રહેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં બુધવારે ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 240 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી છે. ભારતે રોહિત શર્મા, કેપ્ટન કોહલી અને રાહુલ 1-1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે કાર્તિક 6 રન બનાવી આઉટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં કોહલીને કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટે LBW આઉટ કર્યો હતો. કોહલી આ મહત્વની સેમિફાઇનલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. 


વિરાટ કોહલીની વાત કરીએ તો તે વિશ્વ કપ 2015ની સેમિફાઇનલ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1 રન બનાવી આઉટ થયો હતો. આ પ્રથમ ઘટના નથી જ્યારે વિરાટ કોહલી વિશ્વકપ કોઈ નોકઆઉટ મેચમાં નિષ્ફળ રહ્યો હોય. 


આ પહેલા કોહલી 2011 વિશ્વ કપની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. તે મેચમાં ફાસ્ટ બોલર વહાબ રિયાઝના બોલ પર ઉમર અકમલના હાથે કેચ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. 

ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો વિશ્વ કપ-2019નો આ શરમજનક રેકોર્ડ


ત્યારબાદ કોહલી 2015 વિશ્વ કપ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક રન બનાવી આઉટ થયો હતો. તે મેચમાં કાંગારૂ બોલર મિચેલ જોનસની બોલિંગમાં વિકેટકીપર બ્રેડ હેડિનની કેચ આપી બેઠો હતો. 


વિશ્વ કપ સેમિફાઇનલમાં કોહલીનું પ્રદર્શન


9(21) વિરુદ્ધ પાકિસ્તાન (2011 વિશ્વ કપ)


1(13) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2015 વિશ્વ કપ)


1(6) વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ  (2019 વિશ્વ કપ)