ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ  ટેસ્ટ મેચોની સિરીઝનો પહેલો મુકાબલો બેંગ્લુરુના એમ ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં ખેલાઈ રહ્યો છે. મેચ એકદમ બોલીવુડની મસાલા ફિલ્મની જેમ જોવા મળી રહી છે. વરસાદની ઝપેટમાં આવેલી આ મેચમાં પરિણામ શું હશે? તે વિશે કોઈ પણ ક્રિકેટ પંડિત અનુમાન લગાવી શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં ભારતની પહેલી ઈનિંગ માત્ર 46 રન પર પૂરી થઈ ગઈ. જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 402 રન કર્યા. ત્યારબાદ ભારતે ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યાં સુધીમાં 3 વિકેટના નુકસાન પર 231 રન કર્યા. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હજુ પણ 125 રન પાછળ છે અને 7 વિકેટ હાથ પર છે. બે દિવસનો ખેલ હજુ બાકી છે. એટલે કે મેચમાં બોલીવુડ ફિલ્મ જેવું સસ્પેન્સ છે. મેચમાં જો કે હજુ પણ ન્યૂઝીલેન્ડનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે બીજી ઈનિંગમાં ભારતીય ટીમ પલટવારમાં લાજવાબ છે. કદાચ ભારતને મૌસમ પણ મદદ કરી શકે. 


હવામાન કેવી રીતે મદદ કરી શકે?
Accuweather.com ના જણાવ્યાં મુજબ બેંગ્લુરુમાં આજે વરસાદની શક્યતા 25 ટકા છે. છેલ્લા દિવસે વરસાદની શક્યતા 40 ટકા છે. એ રીતે જોઈએ તો ચોથા અને પાંચમા દિવસે વરસાદનું વિધ્ન આવી શકે છે. જો આમ થયું અને મેચ ન રમાય તો ડ્રો થઈ શકે છે. 
બીજી બાજુ ભારતીય ટીમ આ મેચમાં ન્યૂઝીલેન્ડને કેવી રીતે પાછળ ધકેલી શકે અને મેચ પલટી શકે તે પણ જાણો. 


1. સરફરાઝે રમવી પડશે બેસ્ટ ઈનિંગ
સરફરાઝ ખાન 70 રન બનાવી ચૂક્યો છે. તેની પાસે વ્યક્તિગત રીતે એ તક છે કે તે બેંગ્લુરુમાં પોતાને સાબિત કરે કે તે ઘરેલુ ક્રિકેટની જેમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ મેરાથોન ઈનિંગ રમી શકે છે. એટલે કે લાંબી અને ટકાઉ ઈનિંગ. સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ફોર્મેટમાં ત્રેવડી સદી ફટકારેલી છે. આવામાં તેણે આવા  યાદગાર પરફોર્મન્સ આપવા પડે. 


2. ઋષભ પંત પાસેથી અપેક્ષા
ઋષભ પંતને લઈને ગૂડ ન્યૂઝ છે કે તે બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માટે બેટિંગ કરવા માટે ઉતરશે. પહેલી ઈનિંગમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. મેચના ત્રીજા દિવસે જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરવા માટે આવી તો ઋષભ પંત જોવા મળ્યો ન હતો. તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટ પાછળ કમાન સંભાળી હતી. જે 15 સભ્યોની ટીમનો હિસ્સો છે. હવે આવામાં જો ઋષભ મેચમાં રમવા ઉતરશે અને રંગ જમાવશે તો ન્યૂઝીલેન્ડનું ટેન્શન વધશે. 


3. રાહુલે દેખાડવો પડશે દમ
કે એલ રાહુલે કાનપુર ટેસ્ટનું ફોર્મ અહીં પણ દેખાડવું પડશે. બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુરમાં રાહુલે ખુબ જ શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી. કે એક રાહુલ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઘર જેવું છે. કારણ કે તેણે અહીં લાંબો સમય ક્રિકેટ ખેલ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. આવામાં તેને મેદાનની સારી સમજ છે. ચોથા દિવસે જો જામી ગયો તો કોઈ તેને રોકી શકશે નહીં. રાહુલે રનની સાથે વિકેટ પણ બચાવવી પડશે.  


4. અશ્વિન અને જાડેજાએ દેખાડવો પડશે દમ
બાંગ્લાદેશ વિરુદધ ચેન્નાઈ ટેસ્ટમાં અશ્વિન અને જાડેજાની બેલડીએ ભારતીય ટીમને ત્યારે બચાવી હતી જ્યારે માત્ર 144 રનના સ્કોરે 6 વિકેટ પડી ગઈ હતી. આ મેચમાં બંનેએ મળીને 11 વિકેટો પણ લીધી હતી. આવામાં જો જાડેજા અને અશ્વિનનું યોગદાન  બેટથી પણ જોવા મળે તો મોજ પડી શકે તેમ છે. 


5. બોલરોએ કરવો પડશે કાઉન્ટર એટેક
ચોથા દિવસે ભારતીય ટીમનું ફોકસ બેટિંગ પર છે. પરંતુ જો ન્યૂઝીલેન્ડને મોટો સ્કોર ન મળે તો ભારતના બોલરોએ કાઉન્ટર એટેક માટે પણ  તૈયાર રહેવું પડશે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે સ્પિન તીકડી જાડેજા અશ્વિન અને કુલદીપે તૈયાર રહેવું પડશે. કારણ કે એ વાત સમજવી પડશે કે ચોથી ઈનિંગમાં ચિન્નાસ્વામીની પીચ પર સ્પીન બોલિંગ રમવી સરળ નહીં હોય. આવામાં બોલરો પર પ્રેશર રહેશે કે વિકેટ કેવી રીતે લેવી અને મેચમાં વાપસી કરવી.