રોહિત અને કોહલી અત્યાર સુધી ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ફ્લોપ સાબિત થયા છે, ડરાવી રહ્યાં છે આંકડા
India vs New Zealand: વનડે વિશ્વકપ 2023માં ભારતીય ટીમ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલ મુકાબલામાં ઉતરશે. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2019 અને 2015ના સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે, જ્યાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈઃ વનડે વર્લ્ડ કપ 2023 માં, રોહિત શર્માની આગેવાની હેઠળ, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ મેચો નંબર વન રહી. ટીમ ઈન્ડિયા તેની તમામ લીગ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહી છે. ભારતનો મુકાબલો હવે સેમીફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સાથે થશે, જેને ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં 4 વિકેટથી હરાવ્યું હતું. હવે સેમિફાઇનલ મેચમાં તમામની નજર ટીમ ઇન્ડિયાના ચાર મુખ્ય ખેલાડીઓ પર ટકેલી છે, જેમાં કેપ્ટન રોહિત સિવાય વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાનું નામ સામેલ છે. રોહિત, કોહલી અને રાહુલ હજુ સુધી ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સારી બેટિંગ કરી શક્યા નથી, તેવામાં આ આંકડા જરૂર ડરાવી રહ્યાં છે.
રાહુલ 1 તો કોહલી 3.66ની એવરેજથી બનાવી શક્યો રન
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી વનડે વિશ્વકપમાં 2 વખત સેમીફાઈનલ મેચ રમી છે અને આ બંને મેચમાં તેને ઈનિંગની શરૂઆત કરવાની તક મળી છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે રોહિત 34 રન બનાવી આઉટ થયો હતો. તો 2019માં ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. તેવામાં રોહિત શર્માની સેમીફાઈનલમાં એવરેજ માત્ર 17.50ની છે.
આ પણ વાંચોઃ ODI ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ 118મી વખત ટકરાશે, જાણો 10 ખાસ આંકડા
તો આ વિશ્વકપમાં અત્યાર સુધી 594 રન બનાવનાર વિરાટ કોહલીનું બેટ પણ સેમીફાઈનલમાં શાંત રહ્યું છે. કોહલીએ પોતાના વનડે કરિયરમાં ત્રણ વખત વિશ્વ કપ સેમીફાઈનલ રમી છે. તેમાં વર્ષ 2011માં કોહલીના 9, ત્યારબાદ 2015ની સેમીફાઈનલમાં 1 રન અને 2019ના સેમીફાઈનલમાં પણ કોહલી માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ રીતે જોવામાં આવે તો વિશ્વકપ સેમીફાઈનલની ત્રણ ઈનિંગમાં કોહલીની એવરેજ માત્ર 3.66 છે. રોહિત અને વિરાટ સિવાય કેએલ રાહુલે વર્ષ 2019ની સેમીફાઈનલ રમી હતી, જેમાં તેર 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
જાડેજા દેખાડી શકે છે બેટથી કમાલ
રવીન્દ્ર જાડેજા વર્ષ 2019 વિશ્વકપ સેમીફાઈનલ મુકાબલામાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ સિવાય જાડેજાએ 2015ના વિશ્વકપ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 16 રન બનાવ્યા હતા. જાડેજાની બેટિંગ એવરેજ જોવામાં આવે તો 2 ઈનિંગમાં 46.50ની રહી છે. તો જાડેજાની ન્યૂઝીલેન્ડ સામે બેટિંગમાં એવરેજ 51.47ની રહી છે, જેમાં તેણે 11 ઈનિંગમાં 361 રન બનાવ્યા છે અને આ દરમિયાન ચાર અડધી સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube