IND vs NZ Semi-Final: ODI ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ 118મી વખત ટકરાશે, જાણો અત્યાર સુધીની મેચો સાથે જોડાયેલા 10 ખાસ આંકડા

NZ vs IND: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડેમાં રમાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી હેડ ટૂ હેડ મેચોમાં ભારતનું પલ્ડું ભારે રહ્યું છે. 

 IND vs NZ Semi-Final: ODI ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ 118મી વખત ટકરાશે, જાણો અત્યાર સુધીની મેચો સાથે જોડાયેલા 10 ખાસ આંકડા

મુંબઈઃ IND vs NZ, World Cup 2023: વિશ્વકપ 2023માં બુધવાર (15 નવેમ્બર) એ પ્રથમ સેમીફાઈનલ મુકાબલો રમાશે. તેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે. વનડે ક્રિકેટમાં બંને ટીમ 118મી વખત આમને-સામને થશે. અત્યાર સુધી રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 59 મેચ જીતી છે, જ્યારે 50 વખત ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. બંને વચ્ચે એક મેચ ટાઈ રહી તો સાત મેચનું પરિણામ આવી શક્યું નથી. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ઈતિહાસના 10 ખાસ આંકડા જાણો.

1. સર્વોચ્ચ સ્કોરઃ ટીમ ઈન્ડિયાએ માર્ચ 2009માં ક્રાઈસ્ટચર્ચ ODIમાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 392 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
2. સૌથી ઓછો સ્કોર: ઑક્ટોબર 2016માં રમાયેલી વિશાખાપટ્ટનમ ODIમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીતઃ ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 200 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ઓગસ્ટ 2010માં દાંબુલામાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
4. સૌથી નાની જીતઃ માર્ચ 1990માં વેલિંગ્ટનમાં ભારતે ન્યૂઝીલેન્ડને એક રનથી રોમાંચક હાર આપી હતી.
5. સૌથી વધુ રન: સચિન તેંડુલકરે ભારત-ન્યૂઝીલેન્ડ ODI મેચોમાં 1750 રન બનાવ્યા છે.
6. શ્રેષ્ઠ ઇનિંગ્સઃ ભારતીય ઓપનર શુભમન ગીલે આ વર્ષે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રનની ઇનિંગ રમી છે.
7. સૌથી વધુ સદી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ન્યૂઝીલેન્ડ સામે 6 ODI સદી ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટઃ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે ન્યૂઝીલેન્ડ સામે 51 વિકેટ પોતાના નામે કરી છે.
9. શ્રેષ્ઠ બોલિંગ ઇનિંગ્સઃ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે ઓગસ્ટ 2005માં રમાયેલી બુલાવાયો ODIમાં ભારતીય ટીમ સામે 19 રન આપી 6 વિકેટ લીધી હતી.
10. સૌથી વધુ કેચ: ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે ભારત સામેની ODI મેચોમાં 19 કેચ લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news