India vs Pakistan Asia Cup 2022: એશિયા કપમાં ટીમ ઇન્ડીયા ખૂબ ફોર્મમાં ચાલી રહી છે. ભારતે એશિયા કપની પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી માત આપી દીધી. તો બીજી તરફ બીજા મુકાબલામાં Hong Kong ટીમને 40 રનથી હરાવ્યું. આ મેચ બાદ ભારત સુપર-4 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. એશિયા કપમાં ભારત રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઇ શકે છે. તો બીજી તરફ આ બંને ટીમો ફાઇનલમાં ટકરાઇ શકે છે. આવો જાણીએ કેવી રીતે?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hong Kong સામે રમશે પાકિસ્તાન
ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમ આજે (2 સપ્ટેમ્બર) હોંગકોંગ વિરૂદ્ધ મેચ રમશે. જો પાકિસ્તાન ટીમ આ મેચ જીતી લે છે. તો ગ્રુપ એકથી તે સુપર-4 માટે ક્વાલિફાઇ કરી લેશે. એવામાં 4 સપ્ટેમ્બરને ફેન્સને ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે વધુ એક મહામુકાબલો જોવા મળી શકે છે. 

Rohit Sharma: Bollywood માં 'પુષ્પાની શ્રીવલ્લી' સાથે ધમાલ મચાવશે રોહિત શર્મા, સામે આવ્યો મૂવીનો પ્રથમ લુક


અત્યાર સુધી આ ટીમોએ સુપર-4 માટે કર્યું ક્વોલિફાઇ
સુપર-4  માટે ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ ક્વાલિફાઇ કરી લીધું છે. હોંગકોંગને હારીને પાકિસ્તાન સુપર -4 માટે ક્વાલિફાઇ કરી શકે છે. સુપર 4 માં તમામ ટીમોમાં ત્રણ ત્રણ મેચો રમશે. તેમાંથી બે ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે. એશિયા કપ 2022 (Asia Cup 2022) નો ફાઇનલ મુકાબલો 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો ત્રીજીવાર ફાઇનલ મેચમાં સામસામે ટકરાઇ શકે છે. 

iPhone 14 ને લઇને થયો મોટો ખુલાસો, ઓછી કિંમતમાં નવા મોડલમાં મળશે ધાંસૂ ફીચર્સ


નથી યોજાયો ફાઇનલ મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં અત્યાર સુધી ફાઇનલ મુકાબલો રમાયો નથી. એશિયા કપમાં ભારતીય ટીમનું પલડું હંમેશાથી જ પાકિસ્તાન ટીમની ઉપર ભારે પડી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 15 મુકાબલા રમાયા છે, જેમાંથી ભારતે 9 મેચ અને પાકિસ્તાને ફક્ત 5 મેચોમાં બાજી મારી છે. તો બીજી તરફ ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાન ફક્ત બે વખત એશિયા કપ જીતી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube