નવી દિલ્હીઃ India vs south africa 3rd test match day 2: ભારત અને આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ પોતાની ઈનિંગમાં 2 વિકેટ ગુમાવી 9 રન બનાવી લીધા છે. ખરાબ પ્રકાશને કારણે દિવસની રમત વહેલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસના અંતે ઝુબયર હમઝા 0 અને ફાફ ડુ પ્લેસિસ 1 રન બનાવી ક્રીઝ પર હતા. આ પહેલા ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 497/9 પર ડિકલેર કરી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 212 અને અંજ્કિય રહાણેએ 115 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઈનિંગ
રાંચી ટેસ્ટ મેચમાં આફ્રિકાની ઈનિંગમાં ફાસ્ટ બોલર શમીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે એલ્ગરને શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી ઓવરના અંતિમ બોલ પર ઉમેશ યાદવે ડિ કોકને આઉટ કર્યો હતો. ડિ કોકે 4 રનનું યોગદાન આપ્યું હતું. 


ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ
પ્રથમ દિવસે 224/3થી રમતા રહાણે અને રોહિત શર્માએ ઈનિંગને આગળ વધારી હતી. રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી પૂરી કરી હતી. તે 115 રન બનાવી આઉટ થયો હતો. ડેન પીટને આ સફળતા મળી હતી. ત્યારબાદ રોહિત અને જાડેજા વચ્ચે થોડી ભાગીદારી થઈ, પરંતુ રોહિત શર્મા 212 રન બનાવી આઉટ થયો હતો. 


પોતાની પ્રથમ ટેસ્ટ બેવડી સદી પૂરી કર્યા બાદ રોહિત ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં રબાડાનો શિકાર બન્યો હતો. આ રીતે ભારતને પાંચમો ઝટકો લાગ્યો હતો. ભારતને છઠ્ઠો ઝટકો રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો. તે 24 રન બનાવી આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજા 51 રન બનાવી સાતમાં બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. 


ત્યારબાદ અશ્વિન 14 રન બનાવી આઉટ થયો હતો. ભારતને નવમો ઝટકો ઉમેશ યાદવના રૂપમાં લાગ્યો હતો. ઉમેશે 10 બોલમાં 5 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. 

રહાણેની વધુ એક સિદ્ધી, આ મામલામાં સચિનના રેકોર્ડની કરી બરોબરી


પ્રથમ દિવસે હતી આ સ્થિતિ
ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 58 ઓવરની રમત શક્ય બની હતી. જેમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે રોહિત શર્મા 117 અને રહાણે 83 રન બનાવીને અણનમ રહ્યો હતો.