સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!

દુબઈથી સોનુ માટીના સ્વરૂપમાં લાવવામાં આવ્યું હતું. સોનુ દાણચોરો રાજસ્થાન લઇ જતા હતા. ત્યારે ત્રણ આરોપીઓની ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં પકડાયા છે. દાણચોરીનું દુબઈ તાર મળતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!

ઉદય રંજન/અમદાવાદ: વધુ એક વખત સોનાની દાણચોરી પકડાઈ છે. આ વખતે પણ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. દુબઈથી સોનુ માટીના સ્વરૂપમાં લાવવામાં આવ્યું હતું. સોનુ દાણચોરો રાજસ્થાન લઇ જતા હતા. ત્યારે ત્રણ આરોપીઓની ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં પકડાયા છે. દાણચોરીનું દુબઈ તાર મળતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

ઓઢવ પોલીસની ગિરફ્તમાં દેખતા દાણચોરો આ ત્રણ આરોપીઓની ઓઢવ પોલીસે દાણચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જેના નામ શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ગોપાલપુરી ભુવનેશ્વર સિંહ સોઢા છે. આ ત્રણેય દાણચોરો મૂળ રાજસ્થાનના છે. પરંતુ અમદાવાદના સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી ગાડી દિલ્હી પાસિંગની ક્રેટા ગાડી લઈને પસાર થતા હતા, તે વખતે અન્ય રાજ્યની ગાડી હોવાથી ટ્રાફિક પોલીસે વાહન રોકી તપાસ કરતા ગાડીમાંથી 80 લાખ રૂપિયાની કિંમતનું દાણચોરીનું સોનાની માટી મળી આવી હતી. 

જેથી ટ્રાફિક પોલીસે ગાડી મુદ્દામાલ અને આરોપીઓને ઓઢવ પોલીસ ને સોંપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન સોનુ ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને દુબઈથી અમદાવાદ સુધી લાવવામાં આવ્યું હતું અને રાજસ્થાન લઇ જવાનું હતું, ત્યારે જ અમદાવાદ પોલીસના હાથે પકડાઈ જતા ગુનો નોંધીને દાણચોરીના મૂળ સુધી પહોંચવા તપાસ શરુ કરી છે. 

અમદાવાદની ઓઢવ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ કેસનો મુખ્ય આરોપી રાજસ્થાન ના સિકર નો ધર્મા નામનો શખ્સ છે. પરંતુ દુબઈ માં રહી સોનાની સ્મગલિંગ કરી રહ્યો છે. ત્યારે ધર્માં અને રાજેશ નામના વ્યક્તિ ના કહેવા થી આ દાણચોરો શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ગોપાલપુરી ભુવનેશ્વર સિંહ ને મોબાઈલ માં એક લોકેશન આપવા માં આવ્યું હતું જે અમદાવાદ ના એરપોર્ટ ની નજીકનું હતું જ્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ સોનાનો પાવડર આપી ગયો હતો. 

જે વ્યક્તિ સોનાનો પાવડર આપવા માટે આવ્યો હતો તેને પણ આ આરોપી ની ઓળખ માટેથી કારનો નંબર આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે ધર્મા તથા રાજેશ જે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરે છે. તે મોબાઈલ નંબર દુબઈના છે. જેથી ઓઢવ પોલીસે એરપોર્ટ નજીક કઈ જગ્યાએથી સોનાનો પાવડર આરોપીઓને આપવામાં આવ્યો અને તે ઈસમ કોણ હતો. તેની તપાસ સીસીટીવીમાં શરૂ કરી છે. 

ઝડપાયેલા ત્રણેય દાણચોરો શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ગોપાલપુરી ભુવનેશ્વર સિંહની પૂછપરછમાં પ્રથમ આરોપી મોહમ્મદ ફરાજ તેની આંખોની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાની હકીકત જણાવી રહ્યો હતો, પરંતુ તે અંગે કોઈ યોગ્ય હકીકત મળી આવી ન હતી. સાથે જ ઝડપાયેલા ત્રણેય આરોપી પ્રથમ વખત સોનું લેવા આવ્યા હોવાની કબુલાત કરી રહ્યા છે. તો બીજી તરફ આ કેસના બે આરોપી અગાઉ સોનુ લેવા માટે દિલ્હી પણ ગયા હતા. 

જોકે સોનું ન આવતા તેઓ પરત ફર્યા હતા. તેથી પોલીસને શંકા છે કે દુબઈથી ગેરકાયદેસર સોનું લાવી મોટાપાયે રાજસ્થાનમાં તેનો વેપાર કરવામાં આવે છે. ત્યારે આ દાણચોરી ના મૂળ ક્યાં નીકળે છે એ જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news