જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!

ફેસબુક ઉપર અલગ અલગ વ્યક્તિઓએ જૈન સમાજ, જૈન સાધુઓ વિશે અભદ્ર લખાણ કર્યું હતું. તેને કારણે જૈન સમાજના આગેવાનો દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 4 શખ્સો વિરોધ ફરિયાદ આપવામાં આવી હતી.

જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!

ઉદય રંજન/અમદાવાદ: સોશિયલ મીડિયામાં જૈન સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર એક વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વીર શાસન સેવક નામના જૈન સમાજના whatsapp ગ્રુપમાં જૈન સમાજ વિશે અભદ્ર ટિપ્પણીનું લખાણ કરનાર અને લખાણના સ્ક્રીનશોટ આવ્યા હતા. 

ફેસબુક ઉપર અલગ અલગ વ્યક્તિઓએ જૈન સમાજ, જૈન સાધુઓ વિશે અભદ્ર લખાણ કર્યું હતું. તેને કારણે જૈન સમાજના આગેવાનો દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 4 શખ્સો વિરોધ ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના વિસાવદર ખાતેથી એક આરોપીની ધરપકડ કરી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ચાર આઇડી ધારકોએ અભદ્ર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સતીશ ચાવડા, સીતારામ બાપુ રામદાસ બાપુ, ધર્મેશ બારૈયા અને કેવલ નામના આઇડી પરથી અભદ્ર ટિપ્પણી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ બાબત સામે આવતા પોલીસે વિસાવદરના સતિષ ચાવડાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

પકડાયેલા આરોપી સતિશ ચાવડાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે સનાતન ધર્મમાં માને છે અને અમુક જૈન સમાજના વ્યક્તિઓ દ્વારા સનાતન ધર્મ વિશે ખરાબ મંતવ્ય રજૂ કર્યા હતા. જેના કારણે તે વ્યક્તિઓને સબક શીખવવા માટે પોતે ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી હોવાનું કબૂલાત કરી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news