નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ 12 માર્ચના રોજ બેંગલુરૂના મેદાન પર રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરીઝ પર કબજો કરવા માંગે છે. કેપ્ટન રોહિત શર્માની ટીમમાં એક એવો પ્લેયર સામેલ છે, જે રોહિત પોતાની ઘાતક બોલીંગ માટે ફેમસ છે. આ પ્લેયર શ્રીલંકા ટીમ માટે કાળ બની શકે છે. આવો જાણીએ આ ખેલાડી વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમને જીત અપાવી શકે છે આ પ્લેયર
આવતીકાલે ભારત શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ બેંગલુરૂના મેદાન પર રમશે. આ મેચ દરમિયાન ભારત માટે રવિચંદ્રન અશ્વિન ખૂબ જ ઘાતક પરર્ફોમન્સ કરી શકે છે. તેમના બોલને રમવો સરળ નથી. તે ખૂબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પહેલી મેચમાં ખૂબ જ ઘાતક રમતનું પ્રદર્શન કર્યું હતું. તેમણે બોલ અને બેટ વડે કમાલ કરી હતી. તેમણે મેચમાં 6 વિકેટ પ્રાપ્ત કરી હતી. તો બીજી તરફ તેમણે તોફાની હાફ સેન્ચુરી ફટકારી હતી. 


ભારતીય પીચો પર બતાવ્યો કમાલ
ભારતની ટર્નિંગ પીચો પર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયાને પોતાના દમ પર ઘણી મેચ જીતાડી છે. શ્રીલંકાઇ ટીમે જ્યારથી ભારતની ધરતી પર પગ મુક્યો છે. તે અશ્વિનથી એકદમ ડૅરેલી છે. અશ્વિન પોતાની કેરમ બોલથી મોટા મોટા બેટ્સમેનની વિકેટ પાડી દે છે. ભારતની સપાટ પીચ પર તે વિરોધી ટીમ પર કહેર બનીને તૂટી પડે છે. રવિચંદ્રન અશ્વિનથી ભારતની પીચો પર બચવું મુશ્કેલ જ નહી નામુકિન છે. રવિચંદ્રન અશ્વિન પાસે ઓફ સ્પિન, લેગ સ્પિન, અને કેરમ બોલ જેવી ઘાતક સ્પિનની વેરાયટી છે. 

લાઇટબિલ વધુ આવે છે? આ ટિપ્સને કરો ફોલો; AC ચલાવશો તો પણ અડધુ જ આવશે બિલ


​​ટીમનો મજબૂત પાયો છે આ સ્પિનર
ભારતીય ટીમ છેલ્લા નવ વર્ષમાં ઘરઆંગણે એકપણ શ્રેણી હારી નથી, તેમાં સૌથી મોટું યોગદાન રવિચંદ્રન અશ્વિનનું રહ્યું છે. અશ્વિન પોતાની બોલિંગ વડે બેટ્સમેનોને ચકમો આપવામાં માહિર ખેલાડી છે. તેના ફરતા બોલનો જવાબ કોઈની પાસે નથી. રવિચંદ્રન અશ્નીન કેપ્ટન રોહિત શર્મા માટે હુકમનો એક્કો સાબિત થયો છે. તે ખૂબ જ વ્યાજબી બોલિંગ પણ કરે છે. જ્યારે પણ કેપ્ટનને વિકેટની જરૂર હોય છે. તે અશ્વિનનો નંબર ફેરવી દે છે. ભારતીય પીચો હંમેશા સ્પિનરોને સપોર્ટ કરે છે, અશ્વિને આ પીચો પર એક હથ્થું શાસન કર્યું છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજા નંબર પર છે. તેણે 85 ટેસ્ટ મેચમાં 435 વિકેટ લીધી છે.


ભારત માટે ત્રણેય ફોર્મેટમાં મચાવ્યો હાહાકાર
રવિચંદ્રન અશ્વિન ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. રવિચંદ્રન અશ્વિને 85 ટેસ્ટ મેચમાં 436 વિકેટ લીધી છે અને 2905 રન પણ બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 124 છે. રવિચંદ્રન અશ્વિને 113 વન-ડેમાં 151 વિકેટ અને 51 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 61 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિને ODIમાં 707 રન અને T20 ઈન્ટરનેશનલમાં 123 રન બનાવ્યા છે. 167 IPL મેચોમાં રવિચંદ્રન અશ્વિને 145 વિકેટ લીધી છે અને 456 રન બનાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube