IND vs SL: T-20 સીરીઝમાંથી બહાર થઇ જશે 9 ભારતીય ખેલાડી, હાર્દિક-પૃથ્વી શો સહિત આ નામ સામે આવ્યા
ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે . કૃણાલ પંડ્યાના કોરોના કોરોના પોઝિટિવ થતાં તેમના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડી ટી-20 સીરીઝમાંથી બહાર થઇ જશે.
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે (India vs Sri Lanka) બીજી ટી-20 મેચને એક દિવસ માટે ટાળવી પડી, જેનું સૌથી મોટું કારણ હતું ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું કોરોના પોઝિટિવ હોવું. કૃણાલ પંડ્યાના સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે હાલ કૃણાલ પંડ્યાને 7 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
ટી-20 સીરીઝની બહાર થઇ જશે હાર્દિક-પૃથ્વી શો
રિપોર્ટસ અનુસાર કૃણાલ પંડ્યાના કોરોના કોરોના પોઝિટિવ થતાં તેમના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડી ટી-20 સીરીઝમાંથી બહાર થઇ જશે. ઇનસાઇડ સ્પોર્ટ્સ ખબરના અનુસાર પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, દેવદત્ત પડિક્કલ અને કૃષ્ણપ્પા ગૌતમ ટી-20 સીરીઝમાંથી બહાર થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ કૃણાલના સંપર્કમાં હતા. જોકે અત્યાર સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Tokyo Olympics: પીવી સિંધુ 16મા રાઉન્ડમાં પહોંચી, પદકની આશા જાગી, સતત બીજી મેચ જીતીને નોકઆઉટમાં
બીજી ટી20 મેચ સ્થગિત કરી દેવામાં આવ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ મંગળવારે રમાશે. પરંતુ કૃણાલ પંડ્યાના કોરોના પોઝિટિવ થયા બાદ તેને સ્થગિત કરી દેવામાં આવી. હવે બીજી ટી20 મેચ આજે એટલે કે બુધવારે અને ત્રીજી મેચ ગુરૂવારે રમાશે.
Tokyo Olympics 2020: શૂટઓફમાં તીરંદાજ તરૂણદીપ રાયની હાર
આ પ્રકારે કોરોના ફેલાવવાની શંકા
પીટીઆઇના સમાચાર અનુસાર ભારતીય ટીમ કોલંબોમાં તાજ સમુદ્ર હોટલમાં રોકાઇ છે. તમામ ખેલાડી અને કોચિંગ સ્ટાફ બબલમાં છે. તો બીજી તરફ હોટલના સ્ટાફને પણ બબલમાં રાખવામાં આવ્યો છે. હોટલ સ્ટાફ, મેદાનના કેટરિંગ સ્ટાફ અથવા બસ ડ્રાઇવરથી સંક્રમણ ફેલાવવાની શંકા છે. આમ તો તમામ બાયો બબલના ઉલ્લંઘનના કોઇ મામલાની પુષ્ટિ થઇ નથી.
Tokyo Olympics 2020: રોઇંગમાં પુરી થઇ ભારતીય જોડીની સફર, ફાઇનલમાં પહોંચી શક્યા નહી અર્જુન અને અરવિંદ
કૃણાલ પંડ્યાને કોરોના થતાં પ્રશ્નો ઉભા થયા
કૃણાલ પંડ્યા કડક બાયો બબલમાં કોરોનાની ચપેટમાં કેવી રીતે આવી ગયા, તેને લઇને ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. માનવામાં આવે છે કે ભારતીય ટીમ જે હોટલમાં રોકાઇ હતી ત્યાં બાયો બબલનું ઉલ્લંઘન થવાની આશંકા છે. કૃણાલ પંડ્યાના આ પ્રકારે કોરોના સંક્રમિત થવાની આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube