Tokyo Olympics 2020: શૂટઓફમાં તીરંદાજ તરૂણદીપ રાયની હાર

વિશ્વમાં 54મા નંબરના તરૂણરાયનો સામનો હવે ઇઝરાઇલના ખેલાડી વિરૂદ્ધ બીજા એલિમિનેશન મેચમાં 5-6થી બહાર થઇ ગયા છે. આ તરણદીપ રાયનો અંતિમ મુકાબલો હોય શકે છે કારણ કે તે હવે ઓલમ્પિક બાદ નિવૃતિનું મન બનાવી ચૂક્યા છે. 

Updated By: Jul 28, 2021, 10:13 AM IST
Tokyo Olympics 2020: શૂટઓફમાં તીરંદાજ તરૂણદીપ રાયની હાર

ટોક્યો: ભારતના અનુભવી તીરંદાજ તરૂણદીપ રોયએ બુધવારે અહીં યૂક્રેનના ઓલેક્સી હનબિનના વિરૂદ્ધ 6-4 થી રોમાચિત જીત પ્રાપ્ત કરીને ટોક્યો ઓલમ્પિક રમતોમાં પુરૂષોના સિંગલ વર્ગના બીજા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે. 

પોતાના ત્રીજા ઓલમ્પિક ગેમ્સ રમી રહેલા આ 37 વર્ષના તીરંદાજ યૂક્રેની ખેલાડી સાથે એક સમ્યે 2-4 થી પાછળ રમી રહ્યા હતા. પરંતુ તેમણે પરફેક્ટ 10ના ત્રણ સ્કોરન બનાવીને અંતિમ બે સેટ જીત્યા અને મેચ પોતાના નામે કરી હતી. 

વિશ્વમાં 54મા નંબરના તરૂણરાય ઇઝરાઇલના ખેલાડી વિરૂદ્ધ બીજા એલિમિનેશન મેચમાં 5-6થી બહાર થઇ ગયા છે. આ તરણદીપ રાયનો અંતિમ મુકાબલો હોય શકે છે કારણ કે તે હવે ઓલમ્પિક બાદ નિવૃતિનું મન બનાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube