ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી વનડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝ જીતી ચૂકી છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાની ઈચ્છા રાખી રહી છે. ભારત પાસે અનેક એવા ખેલાડીઓ છે જે સિરીઝ જીતાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

290 રનનો ટાર્ગેટ આપ્યો
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 289 રન કર્યા. જેમાં શુભમન ગિલની સદી સામેલ છે. ભારતે ઝિમ્બાબ્વેની ટીમને જીતવા માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓપનિંગમાં આવેલા શિખર ધવને 68 બોલમાં 40 રન કર્યા, કે એલ રાહુલે 46 બોલમાં 30 રન, શુભમન ગિલે 97 બોલમાં 130 રન, ઈશાન કિશને 50 રનનું યોગદાન આપ્યું. જ્યારે બ્રાડ ઈવન્સે ભારતને તેની ઘાતક બોલિંગથી કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કર્યો. તેણે 54 રનમાં 5 વિકેટ લીધી. 


શુભમન ગિલે ફટકારી સદી
શુભમન ગિલે આજની મેચમાં સદી ફટકારી. ગિલની આ પહેલી સદી છે. તેણે 82 બોલમાં 100 રન કર્યા. 


ભારતે ટોસ જીત્યો
ભારતના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતી લીધો છે અને સિરીઝમાં પહેલીવાર ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવીને ક્લીન સ્વીપ કરવા માંગે છે. 


ભારતીય ટીમમાં બે ફેરફાર
કેપ્ટન કે એલ રાહુલે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. આવેશ ખાન અને દીપક ચાહરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધિ કૃષ્ણાને બહાર બેસાડ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube