મુંબઈઃ ચેતેશ્વર પૂજારાને વિશ્વાસ છે કે ભારત જો પોતાની સંપૂર્ણ ક્ષમતાથી રમતે તો વિશ્વ કપ જીતી શકે છે. પૂજારાએ કહ્યું, 'એક ભારતીય ક્રિકેટર હોવાના નાતે હું પણ અન્ય ભારતીયની જેમ ઈચ્છું છું કે ભારત વિશ્વ કપ જીતી. આપણી ટીમ ઘણી સારી છે.' આઈસીસી વિશ્વ કપ (ICC Cricket World Cup 2019) 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં ભારત 5 જૂને આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાયરનું ઉત્પાદન કરતી કંપની સીએટે આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને 'ક્રિકેટ રેટિંગ્સ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ'થી સન્માનિત કર્યાં હતા. પૂજારા પણ તેમાંથી એક છે. તેને ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક સિરીઝ જીતના સર્વશ્રેષ્ઠ ખેલાડીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 


વિશ્વ કપમાં ભારતની સંભાવનાઓ પર પૂજારાએ કહ્યું, ટીમને પણ ખાતરી છે. ઘણા ખેલાડીઓ આઈપીએલમાં પણ રમ્યા છે, જેનાથી તેની પ્રેક્ટિસ પણ થઈ છે. વિશ્વ કપ શરૂ થતાં પહેલા કેટલાક પ્રેક્ટિસ મેચ પણ છે, જેનાથી ટીમને ફાયદો થશે. ટીમનું સંતુલન સારૂ છે. જો ટીમ પોતાની ક્ષમતા અનુસાર રમે છે તો વિશ્વ કપ જીતવાની હકદાર છે. 


World Cup 2019: ચોથા નંબરની ચિંતા નથી, અમારી પાસે ઘણા તીર છેઃ શાસ્ત્રી 


ચેતેશ્વર પૂજારાએ ક્રિકઇન્ફોને કહ્યું કે જો ઈંગ્લેન્ડની પિચો પર ટર્ન ઓછો રહ્યો તો સ્પિનરોને મુશ્કેલી થઈ શકે છે. તેવામા તેણે વિકેટ લેવા માટે વધુ મહેનત કરવી પડશે અને પોતાની બોલિંગમાં ફેરફાર પણ કરવો પડશે. જો સ્પિનર ટીમને વચ્ચેની ઓવરોમાં વિકેટ ન અપાવી શકે તો ટીમને મુશ્કેલી થઈ શકે છે. 


વિશ્વ કપનું આયોજન આ વખતે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં થશે, જ્યાં દરેક ટીમ વિશ્વકપમાં ભાગ લેનારી તમામ ટીમો વિરુદ્ધ રમવું પડશે. પૂજારાએ તેને લઈને કહ્યું, મારૂ પોતાનું એવું માનવું છે કે તેનાથી તમને વધુમાં વધુ મેચ રમવા મળશે. જો તમે વધુમાં વધુ મેચ રમો છો તો તમારી પાસે આગામી રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે.