અમદાવાદ :ભારતીય ક્રિકેટ ટીમ માટે 2019 સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે (Team India) આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી20માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે 2020 શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જોવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ 10 મેચ રમશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ્યું પોતાનું ધાવણ


ભારતીય ટીમ 2020ની પહેલી મેચ 5 જાન્યુઆરીના રોજ શ્રીલંકા (India vs Sri Lanka) ની સામે રમશે. આ મેચ ગુવાહાટીમાં ખેલાશે. તેના બાદ ભારત અને શ્રીલંકાની ટીમ 7 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં અને 10 જાન્યુઆરીના રોજ પૂણેમાં ટકરાશે.


ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આમ તો વર્ષોથી વ્યસ્ત રહ્યો છે. પરંતુ એવુ ઓછું જ થયું છે કે, એક મહિનામાં ત્રણ અલગ અલગ દેશોની સાથે સીરીઝ રમાશે. જોકે, આ વર્ષે આવું થવા જઈ રહ્યું છે.


મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા 


શ્રીલંકા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા (India vs Australia) સામે ત્રણ મેચ વનડે સીરીઝ રમશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. આ સીરિઝ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) મુલાકાતમાં 5 ટી20 મેચ, 3 વનડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની પહેલી ચાર મેચ જાન્યુઆરીમાં રમાશે. 


ભારતીય ક્રિકેટ ટીમનો જાન્યુઆરીનો કાર્યક્રમ
5 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, પહેલી ટી20 (ગુવાહાટી)
7 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, બીજી ટી20 (ઈન્દોર)
10 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, ત્રીજી ટી20 (પૂણે)


14 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, પહેલી વનડે (મુંબઈ)
17 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, બીજી વનડે (રાજકોટ) 
19 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે(બેંગલુરુ) 


24 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, પહેલી ટી20 (ઓકલેન્ડ)
6 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, બીજી ટી 20 (ઓકલેન્ડ)
29 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, ત્રીજી ટી20 (હેમિલ્ટન)
31 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, ચોથી ટી20 (વેલિંગ્ટન)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....