Indian Cricket Team Calender 2024: ટીમ ઈન્ડિયાએ 2024માં ટી20 વિશ્વકપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. પરંતુ હવે વર્ષ 2024ના બાકી મહિનામાં ટીમ ઈન્ડિયાએ કેટલી મેચ રમવાની છે? આ વર્ષે ભારત હવે કયા-કયા દેશ વિરુદ્ધ રમશે? હવે ભારતે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ રીતે ભારત અને બાંગ્લાદેશની ટીમ પાંચ મેચમાં આમને-સામને હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 ટી20 મેચની સિરીઝ રમાશે. ભારત-સાઉથ આફ્રિકાની સિરીઝ બાદ રોહિત સેના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 5 ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડનો પડકાર હશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચની સિરીઝ રમાશે. ભારત-ઈંગ્લેન્ડ સિરીઝની શરૂઆત 22 જાન્યુઆરીથી થશે.


આ પણ વાંચો- BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક


આ વર્ષે ભારતીય ટીમે ત્રણેય ફોર્મેટમાં 18 મેચ રમવાની છે. તો નવા વર્ષની શરૂઆતમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે સિરીઝ રમવાની છે. મહત્વનું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ટી20 મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 6 ઓક્ટોબરે રમાશે. ત્યારબાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 ટી20 મેચની સિરીઝની શરૂઆત 8 નવેમ્બરથી થશે. જ્યારે અંતિમ ટી20 મેચ 15 નવેમ્બરે રમાશે. આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી રમાશે.