BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક

IND vs BAN Test Series: બીસીસીઆઈએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક

Indian team for the first test against Bangladesh: ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો જસપ્રીત બુમરાહને પણ રેસ્ટ આપવામાં આવ્યો નથી. 

અખિલ ભારતીય પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની 16 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ રમવાની છે. જો કે બીજી ટેસ્ટ માટે ટીમની પસંદગી હજુ થઈ નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ઉપરાંત ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ રમાશે. આ શ્રેણી માટે હજુ સુધી ટીમની પસંદગી હવે થશે.

પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર
બીસીસીઆઈએ ચેન્નઈમાં રમાનાર પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટેસ્ટમાં વિકેટકીપર રિષભ પંત, કેએલ રાહુલ અને સરફરાઝ ખાનને પણ તક આપવામાં આવી છે. તો શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમમાં ચાર સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને રાખવામાં આવ્યા છે. બે વિકેટકીપર સહિત આઠ બેટર છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Rohit Sharma (C), Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant (WK), Dhruv Jurel (WK), R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep… pic.twitter.com/pQn7Ll7k3X

— BCCI (@BCCI) September 8, 2024

બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ, દીપક , જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news