safa baig and irfan pathan : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આજે પણ ચર્ચામાં રહેતા હોય છે. લગ્નના આઠ વર્ષમાં પહેલીવાર ઈરફાન પઠાણે પોતાની પત્નીનો ચહેરો બતાવ્યો છે. લગ્નની આઠમી એનવર્સરી પર ઈરફાન પઠાણે પત્ની સાફા બેગ સાથેની તસવીર શેર કરી છે. આ પહેલીવાર છે કે, તેમણે પત્નીનો ચહેરો પબ્લિકમાં બતાવ્યો છે. લગ્ના રિસ્પેશનમાં પણ તેમના પત્ની બુરખામાં જોવા મળ્યા હતા. ત્યારે ક્રિકેટર કપલને સાથે જોઈને ચાહકો તેમના પર પ્રેમ લુટાવી રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનીવર્સરી પર પત્ની સફા બેગ સાથે એક તસવીર શેર કરી છે. પહેલીવાર તેમણે પત્નીનો ચહેરો છુપાવ્યો નથી. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેમણે પત્નીનો ચહેરો દરેક તસવીરમાં છુપાવી રાખ્યો હતો. તેમની પત્ની હિજાબમાં અથવા તો હાથથી ચહેરો છુપાવેલી જોવા મળતી હતી. લોકો પણ તેમની પત્નીનો ચહેરો જોવા માટે આતુર હતા. પરંતુ આ ગુજરાતી ક્રિકેટર ક્યારેય પત્ની સાથે જાહેરમાં ખુલ્લા ચહેરે જોવા મળતા ન હતા.


ગુજરાતમાં અહી માત્ર 1 રૂપિયામાં થાય છે કેન્સરની સારવાર, દૂર દૂરથી આવે છે દર્દીઓ



પરંતુ આઠમી એનવર્સરી પર ક્રિકેટર ઈરફાન પઠાણે ખુદ પત્નીનો ચહેરો જાહેર કર્યો છે. તેમની આ તસવીરને સોશિયલ મીડિયા યુઝર્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં યુઝર્સ તેમને લગ્નની એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 


તેમણે સોશિયલ મીડિયા પર પત્નીની તસવીર શેર કરતા લખ્યું કે, Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love


અમદાવાદીઓ, હવે માવો ખાઈને જાહેરમાં થૂંક્યા તો ખેર નથી! AMC એ લીધો મોટો નિર્ણય