Robin Uthappa Retirement: વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
Robin Uthappa Retirement: મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. તમામ સારી વસ્તુનો અંત થવો જોઇએ અને કૃતજ્ઞ હૃદય સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
Robin Uthappa Retirement: ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. રોબિન પોતાની આક્રામક બેટિંગ માટે ઘણો ફેમસ રહ્યો છે અને સફેદ બોલના બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
રોબિને ટ્વીટ કરી લખ્યું- મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જોકે, તમામ સારી વસ્તુનો અંત થવો જોઇએ અને કૃતજ્ઞ હૃદય સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- આયુર્વેદિક ગુણોનો ભંડાર છે આ ફળ, તેના બીજમાં પણ રહેલા છે અનેક ફાયદા
તમારા બધાનો આભાર
તેમના કરિયરની શરૂઆત 50 ઓવરના ફોર્મેટથી થઈ હતી. તેમણે ગુવાહાટીમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન તેમણે 46 વન-ડે મેચ રમી અને તેમાં કુલ 934 રન બનાવ્યા. જેમાં 86 તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
સદી બાદ કોહલીની રેંકિંગમાં જબરદસ્ત ઉછાળો, હવે આ પોઝિશન પર જમાવ્યો કબજો
ઉથપ્પાની આક્રમક શૈલીએ તેમને ટી20 વર્લ્ડ કપના ઉદ્ઘાટન સંસ્કરણ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં મદદ કરી, જે અંતે ભારતે પોતાના નામે કર્યું. તેઓ તે ભારતીય બોલરોમાંથી એક હતા, જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યાદગાર બોલ આઉટ દરમિયાન સ્ટંપ્સને હિટ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube