નવી દિલ્હી: સુરેશ રૈના (Suresh Raina)એ આ વર્ષે એમએસ ધોની (MS Dhoni) સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટને બાય-બાય હ્યું હતું. તે ખાનગી કારણથી આ વર્ષે યૂએઈમાં આયોજીત કરવામાં આવેલી આઇપીએલ 2020માં પણ સામેલ થઈ શક્યો નહતો. હવે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa


ફસાયો રૈના
સુરેશ રૈના પર મુંબઇ પોલીસ (Mumbai Police)એ કેસ નોંધ્યો છે. આ ક્રિકેટર પર આરોપ છે કે, તે એક પબમાં પાર્ટી દરમિયાન કોરોના નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા. આ દરોડામાં રૈના સહિત અન્ય સેલિબ્રિટિઝને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 34 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- Arranged Marriage કેમ છે બેસ્ટ? જાણવા માટે ખાસ જુઓ આ ફિલ્મો


નિયમોનો ભંગ
ઉલ્લેખનીય છે કે, 5 સ્ટાર હોટલથી આ ક્લબમાં પાર્ટી દરમિયાન સુરેશ રૈના સહિત ઘણા લોકોએ ના તો માસ્ક પહેર્યું હતું અને ના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાર્ટીમાં બોલીવુડના ઘણા જાણીતા કલાકારો સામેલ હતા.


આ પણ વાંચો:- Aditya Narayan-Shweta બર્ફીલી વાદિયોમાં કરી રહ્યા છે હનીમૂન એન્જોય, Photos થઈ વાયરલ


રૈના માટે મુશ્કેલી ભર્યું વર્ષ
34 વર્ષીય આ ક્રિકેટર પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. વર્ષ 2020માં તેને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આઇપીએલ 2020 પહેલા પંજાબમાં તેમના પરીવારજનોની હત્યા કરવામાં આવી, આ કારણથી તે ઘણો પરેશાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube