મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa

કોરોના વાયરસ મહામારીના નિયમોનો નેવે મુકી પાર્ટી કરી રહેલા બોલીવુડ સેલિબ્રિટીનો મામલો સામે આવ્યો છે. રાતના લગભગ 3 વાગ્યે મુંબઇ પોલીસ (Mumbai police)એ અંધેરીના એક મોટા ક્લબ ડ્રેગન ફ્લાય પર દરોડા પાડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી

મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa

મુંબઇ: કોરોના વાયરસ મહામારીના નિયમોનો નેવે મુકી પાર્ટી કરી રહેલા બોલીવુડ સેલિબ્રિટીનો મામલો સામે આવ્યો છે. રાતના લગભગ 3 વાગ્યે મુંબઇ પોલીસ (Mumbai police)એ અંધેરીના એક મોટા ક્લબ ડ્રેગન ફ્લાય પર દરોડા પાડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં ઘણા બોલીવુડ સેલિબ્રિટી હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે, દરોડા પડ્યા બાદ આ સેલિબ્રિટી પાછળના દરવાજાથી બહાર નીકળી ગયા હતા.

મુંબઇ પોલીસે પાડ્યા દરોડ
મુંબઇ પોલીસે અંધેરીના એક મોટા ક્બલમાં દરોડા પાડ્યા. જ્યાં ઘણા હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી (bollywood celebrities)ની અટકાયત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા કલાકારો ત્યાં હાજર હતા. આ સેલિબ્રિટી સામે કોરોના વાયરસના નિયમોના ભંગને લઇને કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે કેટલાક સેલિબ્રિટી ત્યાંથી પાછળના દરવાજાથી નીકળી ગયા હતા.

આ લોકો હતા પાર્ટીમાં સામેલ
પ્રાપ્ત જાણકારી અનુસાર દરોડા સમયે સિંગર ગુરૂ રંધાવા (Guru Randhawa), સુજેન ખાન (Sussanne Khan) અને રેપર બાદશાહ (Badshah) પણ હાજર હતા. આ તમામ લોકો પાછળના દરવાજાથી નીકળી ગયા હતા. પોલીસે 34 લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોનું માનીએ તો આ સમયે ક્રિકેટર સુરેશ રૈના પણ હાજર હતા અને તેમની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, મુંબઇમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે. એવામાં આ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. પાર્ટીમાં દિલ્હી, પંજાબ ઉપરાંત સાઉથ મુંબઇથી પણ કેટલાક લોકો આવ્યા હતા. પાલીસે કુલ 27 કસ્ટમર અને 7 કર્મચારીઓની સામે કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, ક્રિકેટર સુરેશ રૈના પર પણ પોલીસની કલમ 188 અંતર્ગત કેસ નોંધ્યો છે. હાલ અટકાયત કરવામાં આવેલા લોકોને નોટિસ ફટકારી છોડી દેવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીથી આવેલા લોકોને સવારે સાત વાગે પરત રવાના કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news