નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના મહાન દિગ્ગજ અને ટીમ ઇન્ડીયાને પ્રથમવાર વર્લ્ડકપ જીતાડનાર કપિલ દેવ બુધવારે જન્મ દિવસ હતો. કપિલ દેવ 59 વર્ષના થઇ ગયા. 6 જાન્યુઆરી 1959ના રોજ ચંદીગઢમાં જન્મેલા કપિલ દેવ ટીમ ઇન્ડીયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમણે ટીમ ઇન્ડીયાને પ્રથમ વર્લ્ડ કપ જીતાડ્યો હતો અને ત્યારે ટીમ ઇન્ડીયા માટે તેનાથી મોટી ખુશી બીજી કોઇ ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડકપ જીતવાની કપિલ દેવની કહાની પણ કંઇક અજીબ છે. તે સમયે સૌથી મજબૂત ટીમ વેસ્ટ ઇંડીઝના હાથમાંથી વર્લ્ડકપને ટીમ ઇન્ડીયાએ છીનવી લીધો હતો. ટીમ ઇન્ડીયાએ ફાઇનલમાં ફક્ત 183 રન બનાવ્યા હતા જો કે વેસ્ટઇન્ડીઝની મજબૂત બેટીંગ ક્રમ માટે કશું જ ન હતું. ટીમ ઇન્ડીયા દ્વારા કોઇપણ બેટ્સમેન 40નો સ્કોરનો પર ન કરી શક્યો. વેસ્ટ ઇન્ડીઝ ટીમને લાગતું હતું કે તેમની જીત નક્કી છે. પરંતુ પછી કંઇક એવું થયું કે જેના વિચાર્યું પણ નહી હોય. તે સમયે લાલા અમરનાથ અને મદનલાલની બોલીંગે વેસ્ટ ઇન્ડીઝને 104 રન પર અટકાવી દીધા અને ભારત વર્લ્ડ કપ વિજેતા બની ગયું. 


એક સમયની વાત છે કપિલ દેવ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે તે સમયે ટ્રેન એક સુંદર જગ્યાએથી પસાર થઇ ત્યારે કપિલે પાસે બેઠેલી સુંદર છોકરીને કહ્યું એક શું તમે સુંદર જગ્યાનો ફોટો લેવા માંગશો જે આપણે આપણા બાળકોને બતાવી શકીએ. જોકે તે છોકરીનું નામ રોમી હતું. આ વાતને સમજવામાં રોમીને થોડો સમય લાગ્યો. કપિલે ટ્રેનમાં મુસાફરી દરમિયાન રોમી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પોતાના અંદાજમાં મૂક્યો, જેના પર તેણે હા કરી દીધી.


પોતાના કેરિયરમાં કપિલ દેવે 134 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે 434 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે 8 સદી સાથે 5248 રન પણ બનાવ્યા હતા. કપિલ દેવ ટીમ ઇન્ડીયાના સૌથી સફળ ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે.  જ્યાં કપિલ દેવે પોતાના કેરિયરમાં 5248 રન બનાવ્યા તો તો બીજી તરફ 434 વિકેટ પણ લીધી છે. તે આજે પણ રેકોર્ડ છે. કપિલ દેવ એકમાત્ર એવા ખેલાડી છે 5000 રન પણ બનાવ્યા છે અને 400થી વધુ વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને લગભગ 2 દાયકા થઇ ગયા છે. 


તો બીજી તરફ કપિલ દેવે 225 વનડે મેચો 3783 રન બનાવ્યા છે અને 253 વિકેટ લીધી છે. કપિલ દેવના નામ પર ઘણા મોટો રેકોર્ડ નોંધાયેલા છે અને ક્રિકેટના કિસ્સાઓ પણ છે. ટીમ ઇન્ડીયાને કપિલના રૂપમાં એવો બોલર મળ્યો હતો જે સામેવાળી ટીમ માટે એક ખૌફ બની ગયો હતો.  


કપિલ દેવે ઘણીવાર બોલીંગ કરતાં 140-145ની ગતિ પાર કરી છે. પરંતુ તેમણે યોગ્ય લાઇન અને લેંથ માટે ગતિને ધીરે ધીરે ઓછી કરી છે. કપિલ દેવએ વર્ષ 1993-94માં રિચર્ડ હેડલીને ટેસ્ટ વિકેટોના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો અને સૌથી વધુ વિકેત લેનાર બોલર બની ગયા હતા.