કર્નલ દુષ્યંત, અમદાવાદ: આ રવિવારનો દિવસ અમદાવાદ માટે ખાસ સાબિત થશે કેમ કે, આ દિવસે ઈન્ડિયન કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે સગાઈના બંધને બંધાશે. આ બન્નેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. તેઓ લાસ્ટ ઓગસ્ટમાં એકબીજાને મળ્યા હતા જે બાદ તેમને સગાઈ કરવાનું નક્કી કરી લીધું હતું. રાહુલ ચૌધરી કે જેઓ કબડ્ડીમાં શૉ મેન અને રેડ મશિન તરીકે જાણીતા છે. જેઓ ઈન્ડિયન નેશનલ કબડ્ડી ટીમમાં 2016માં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુક્યા છે. જ્યારે પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ કોમર્શિયલ પાયલટ છે જેણે એક બિઝનેસમેનની પુત્રી હોવાની સાથે સાથે મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સગાઇના દિવસે રાહુલ કેટલાક બાળકો કે જેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને આગળ જવા માંગે છે તેમને જરૂરી નોલેજ આપી સગાઈના આ પળને યાદગાર બનાવશે. જો કે એ પછીથી પણ સંગસહયોગ ફાઉન્ડેશન સાથે મળીને બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે જરૂરી નોલેજ આપશે.

આ અંગે હેતાલી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મને નાનપણથી જ કબડ્ડી ગેમ ગમે છે. હું સ્કૂલમાં હતી ત્યારે કબડ્ડી ટીમમાં ભાગ લેતી હતી જ્યારે રાહુલની ઈચ્છા નાનપણથી જ કોઈ પાયલટ સાથે જ લગ્ન કરવાની હતી. મને અપોઝિટ સબંધો વધારે ગમે છે રાહુલ એક બેસ્ટ પ્લેયરની સાથે એક જવાબદાર વ્યક્તિ અને લવિંગ તેમજ કેરીંગ પર્સન છે. જે મેરેજ પછી પણ મારા કામ અને મારા પેશનને લઈને સપોર્ટીવ રહેશે.
[[{"fid":"245152","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તો વધુમાં કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરીએ જણાવ્યું કે, મારી સગાઈ એક ગુજરાતી સાથે થવા જઇ રહી છે. એ પણ એની સાથે જે ગુજરાતી હોવાની સાથે સાથે એક પાયલટ પણ છે જેવી રીતે પાયલટની જવાબદારી મુસાફરોને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવાની હોય છે આ જ જવાબદારી સાથે હું સફળ દામ્પત્યની મંજિલ હેતાલી સાથે પાર કરવા માંગુ છું.