નવી દિલ્હીઃ ક્રિકેટના મહાસમર માટે ટીમ ઈન્ડિયાની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાનારા વિશ્વ કપ માટી ટીમ ઈન્ડિયામાં સંતુલન જોવા મળી રહ્યું છે. ટીમમાં વિરાટ, ધોની, રોહિત અને શિખર જેવા દિગ્ગજ બેટ્સમેન છે તો બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ધમાલ મચાવવા તૈયાર છે. ક્રિકેટ નિષ્ણાંતો પ્રમાણે ટીમ ઈન્ડિયાની પાસે વનડે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની મજબૂતી અને નબળાઈ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની મજબૂતી
ભારતના બેટિંગ ક્રમમાં ટોપ-3 સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરશે તો વિરાટ નંબર ત્રણ પર. રોહિત વનડેમાં 3 બેવડી સદી ફટકારનારો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે તો શિખરે મોટી ટૂર્નામેન્ટોમાં પોતાને સાબિત કર્યો છે. વિરાટ કોહલી હાલના સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. 


ભારતીય બોલિંગની આગેવાની વનડેના નંબર વન જસપ્રીત બુમરાહ કરશે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની મિસ્ટ્રી સ્પિન જોડી મિડલ ઓવરોમાં મોરચો સંભાળશે, જે કોઈપણ બેટિંગ લાઇનને સમેટવામાં સક્ષમ છે. મોહમ્મદ શમી અત્યારે શાનદાર ફોર્મમાં છે. સ્ટમ્પની પાછળ એમએસ ધોની રહેશે, જેની સલાહ સ્પિનરો માટે ખુબ મદદગાર સાબિત થાય છે. તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ રણનીતિકાર પણ માનવામાં આવે છે. તેથી વિરાટને ઘણી મદદ મળશે. 


ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે કહ્યું, સપનું સાકાર થયું

નબળાઈ
મિડલ ઓર્ડર હજુ પણ ટીમ ઈન્ડિયા માટે સમસ્યાનો વિષય છે. નંબર-4 પર ઘણા બેટ્સમેનોને અજમાવવામાં આવ્યા, પરંતુ હજુપણ સવાલનો જવાબ મળ્યો નથી. એક તરફ જ્યાં ટીમો, ખાસ કરીને ઈંગ્લેન્ડસ 350 રનનો બેન્ચ માર્ક સેટ કરી રહી છે, જે ક્યારેક 300 હતો. બીજી તરફ ટીમ ઈન્ડિયા સતત તેમ કરવામાં અસફળ થઈ રહી છે. કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરશે , પરંતુ તેના બેટથી કંઇ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. રવીન્દ્ર જાડેજા પણ ઘણી તકે અસફળ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. ઘણી વખત મહત્વના સમયે ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ ખરાબ રહી છે, જે વિશ્વકપમાં પ્રમાણે સારી વાત નથી. 



World Cup 2019: ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો


વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.