નવી દિલ્હીઃ ભારતની નિખત ઝરીને મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 (IBA Women's World Boxing Championship 2023) ના 50 કિલોગ્રામ લાઇટ ફ્લાઈવેટ વર્ગની ફાઇનલમાં વિયતનામની બે વખતની એશિયન ચેમ્પિયન ગુયેન થી ટૈમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નિખત ઝરીનનું આ બીજુ વિશ્વ ટાઇટલ છે. નિખતે 5-0થી ફાઇટ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઉટનો પ્રથમ રાઉન્ડ ખુબ રોમાંચક રહ્યો. નિખત ઝરીને આ રાઉન્ડમાં કેટલાક સારા વાર કર્યાં. તો વિયતનામની ટૈમે પણ હિંમત ન હારી અને કેટલાક સોલિડ અપર કટ લગાવ્યા. તેમ છતાં પહેલા રાઉન્ડમાં રેફરીએ સર્વસંમત્તિથી નિખતના પક્ષમાં પોઈન્ટ આપ્યા હતા. નિખત ઝરીનને બીજા રાઉન્ડમાં સારી ટક્કર મળી અને ટૈમે 3-2થી રાઉન્ડ જીત્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં બંને બોક્સરો વચ્ચે એકવાર ફરી રોમાંચક ટક્કર જોવા મળી હતી. આ ત્રીજા રાઉન્ડમાં નિખતે વિપક્ષી ખેલાડીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને આક્રમણની સાથે-સાથે ડિફેન્સની મદદથી જીત મેળવી હતી. 


IPL બાદ પણ જારી રહેશે ક્રિકેટનો ધમાકો, જુઓ ટીમ ઈન્ડિયાનો વિશ્વકપ સુધીનો કાર્યક્રમ


આ પહેલાં રાષ્ટ્રમંડળ ખેલની ગોલ્ડ મેડલ વિજેતા નીતૂ ગંઘાસે (48 કિલોવર્ગ) અને અનુભવી બોક્સર સ્વીટી બૂરા (81 કિલો) એ શનિવારે મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ચેમ્પિયન બની અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube