આઈપીએલ બાદ પણ જારી રહેશે ક્રિકેટનો ફુલ ધમાકો, જુઓ ટીમ ઈન્ડિયાનો વિશ્વકપ સુધીનો કાર્યક્રમ

Team India Schedule: ભારતીય ટીમના ખેલાડી 31 માર્ચથી આઈપીએલમાં ભાગ લેશે. જૂનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ છે. ત્યારબાદ પણ ક્રિકેટ જોવા મળશે. જૂનમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ સાથે 10 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. 

આઈપીએલ બાદ પણ જારી રહેશે ક્રિકેટનો ફુલ ધમાકો, જુઓ ટીમ ઈન્ડિયાનો વિશ્વકપ સુધીનો કાર્યક્રમ

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2023)ની શરૂઆત 31 માર્ચથી થવાની છે. મેના અંતમાં ટૂર્નામેન્ટની ફાઇનલ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જશે. 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. આ સાથે ભારત જૂનમાં ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમી શકે છે. પરંતુ આ મેચ કઈ ટીમ વિરુદ્ધ થશે, હજુ સુધી તેનો નિર્ણય થયો નથી. 

જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ
ભારતીય ટીમે જુલાઈ અને ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે. બીસીસીઆઈ જૂનમાં નાની વનડે સિરીઝ રમવા પર વિચાર કરી રહ્યું છે, જે ભારતના 7-11 જૂન સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમવા અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રવાના થતાં પહેલાં રમાઈ શકે છે. બીસીસીઆઈએ  અન્ય ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી પરંતુ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. 

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે વધારાની ટી20 પણ રમી શકે છે. આ પ્રવાસમાં 10 મેચ હશે- બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારત ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ત્રણ ટી20 રમવા આયર્લેન્ડ જશે. ભારત ત્યારબાદ સપ્ટેમ્બરમાં 50 ઓવરના એશિયા કપમાં ભાગ લેશે. પછી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ઘરેલૂ વનડે સિરીઝ રમશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતે વિશ્વકપની યજમાની કરવાની છે. 

10 વર્ષથી આઈસીસી ટ્રોફીનો દુકાળ
ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષથી આઈસીસી ટ્રોફી જીતવાની રાહ જોઈ રહી છે. છેલ્લે વર્ષ 2013માં ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ વર્ષે બે આઈસીસી ઈવેન્ટ છે. ટીમ તેમાં જીત હાસિલ કરી 10 વર્ષનો દુકાળ ખતમ કરવાનો પ્રયાસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news