કોલકત્તાઃ બીસીસીઆઈના ભાવી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ ફરી સ્થાપવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની મંજૂરી સાથે જોડાયેલો વિષય છે. ગાંગુલીને અહીં જ્યારે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ પુનઃ શરૂ કરવા વિશે પૂછવામાં આવ્યું, તેણે કહ્યું 'તમારે આ સવાલ મોદી જી અને પાકિસ્તાનના વડાપ્રધાનને પૂછવો જોઈએ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કેપ્ટને કહ્યું, 'ચોક્કસપણે અમારે (મંજૂરી) લેવી પડશે, કારણ કે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસ સરકારના માધ્યમથી થાય છે. તેથી અમારી પાસે આ સવાલનો જવાબ નથી.' ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે દ્વિપક્ષીય સિરીઝ 2012મા રમાઇ હતી, જ્યારે ભારતે બે ટી20 અને ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચો માટે પાકિસ્તાનની યજમાની કરી હતી. 


ગાંગુલીની આગેવાનીમાં ભારતે 2004મા પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. આ 1999મા કારગિલ યુદ્ધ બાદ બંન્ને દેશો વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ હતી અને ભારતીય ટીમ 1989 બાદ પ્રથમવાર પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આંતકી હુમલા પર ઘોર પ્રતિક્રિયા વ્યક્ત કરતા બીસીસીઆઈએ પાકિસ્તાનના સંદર્ભમાં આઈસીસીને 'આતંકવાદને આશ્રય આપનારા દેશો સાથે સંબંધ તોડવા'ની અપીલ કરી હતી. 

INDvsSA: આફ્રિકાને વધુ એક ઝટકો, એડન માર્કરમ રાંચી ટેસ્ટથી બહાર


આ પત્ર ત્રણ સભ્યોની પ્રશાસકોની સમિતિ (સીઓએ) તરફથી મોકલવામાં આવ્યો હતો જે બીસીસીઆઈની ચૂંટણી થયા સુધી બોર્ડનું કામકાજ સંભાળી રહી છે. ગાંગુલી 23 ઓક્ટોબરે પદભાર સંભાળશે.