ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ સાઇના બની ચેમ્પિયન, ઈજાને કારણે મારિને છોડી મેચ
ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે રવિવારે ઈન્ડોનેશિયા માસ્ટર્સ મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. ફાઇનલમાં તેનો સામનો સ્પેનની દિગ્ગજ કૈરોલિના મારિન સામે હતો પરંતુ 10 મિનિટ બાદ ઈજાને કારણે મારિને મેચ છોડી દીધી હતી.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે રવિવારે ઈન્ડોનેશિયા માસ્ટર્સનો મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ફાઇનલમાં તેની સામે સ્પેનની દિગ્ગજ કૈરોલિના મારિન હતી પરંતુ આશરે 10 મિનિટ બાદ તેના પગમાં ઈજા થઈ અને તે મેચમાંથી હટી જઈ હતી. ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલ અને મારિન વચ્ચે રોમાંચક મેચ થવાની આશા હતી પરંતુ દર્શકોને નિરાશા હાથ લાગી હતી.
મારિન આ મેચની પ્રથમ ગેમમાં 9-3થી આગળ ચાલી રહી હતી અચાનક તેના પગમાં દુખાવો થયો અને પડી ગઈ. તેની આંખોમાંથી આસું નિકળી ગયા હતા. તેમ છતાં તે ઉભી થઈ અને સ્કોર 10-3 કર્યો, પરંતુ ફરી દુખાવો વધ્યો અને 10-4ના સ્કોર પર તેને મેચની વચ્ચેથી હટવાનો નિર્ણય લીધો હતો. દુખાવો એટલો વધારે હતો કે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલમ્પિક ચેમ્પિયન મારિન પુરસ્કાર વિતરણ દરમિયાન પણ ન પહોંચી.
વંશીય ટિપ્પણીઃ પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ પર આઈસીસીએ લગાવ્યો 4 મેચનો પ્રતિબંધ
સાઇનાનું આ વર્ષે પ્રથમ ટાઇટલ છે. આશરે એક સપ્તાહ પહેલા મલેશિયા માસ્ટર્સના સેમીફાઇનલમાં સાઇનાનો મારિનના હાથે પરાજય થયો હતો. સાઇના ત્યારે 16-21, 13-21થી હારીને બહાર થઈ હતી. ગત વર્ષે તે ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં રનર્સઅપ રહી હતી અને તેને ફાઇનલમાં ત્યારે તાઇ જુ યિંગ વિરુદ્ધ 9-21, 13-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.