INDvsNZ: ક્રુણાલની શાનદાર બોલિંગ બાદ રોહિતની કમાલની ઈનિંગ, આ રહ્યાં જીતના 3 હીરો
ભારતે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે સાત બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં વિજય મેળવીને સિરીઝમાં વાપસી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે રોહિત શર્મા અને રિષભ પંતની શાનદાર બેટિંગની મદદથી 7 બોલ બાકી રાખી 159 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતના વિજયમાં ક્રુણાલ પંડ્યા, રિષભ પંત અને રોહિત શર્માનું શાનદાર યોગદાન રહ્યું હતું.... આ રહ્યાં ભારતની જીતના પાંચ હીરો...
ક્રુણાલ પંડ્યાની ત્રણ વિકેટ
ન્યૂઝીલેન્ડે મેચમાં સારી શરૂઆત કરી હતી. તેણે એક સમયે 5 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવી લીધા હતા. ભારતીય કેપ્ટને આ સમયે ક્રુણાલ પંડ્યાને બોલ આપ્યો હતો. તેણે પોતાની પહેલી ઓવરમાં મુનરો અને ડેરિલ મિશેલને આઉટ કરીને કીવીને બેકફૂટ પર લાવી દીધું હતું. ત્યારબાદ ક્રુણાતે કીવી કેપ્ટન કેન વિલિયમસનને પણ આઉટ કર્યો હતો. ભારતે અહીંથી મેચમાં મજબૂત પકડ બનાવી લીધી હતી.
રોહિત શર્મા બન્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન
સ્લોગ ઓવરોમાં ભુવી-ખલીલની શાનદાર બોલિંગ
ન્યૂઝીલેન્ડે શરૂઆતી ઝટકા બાદ 13 ઓવરમાં 4 વિકેટે 105 રન બનાવી લીધા હતા. તે સમયે કોલિન ડિ ગ્રાન્ડહોમ (50) અને રોસ ટેલર (42) ક્રિઝ પર હતા. ત્યારે લાગતું હતું કે, કીવી 180થી વધુ રન બનાવી શકે છે. ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને ખલીલ અહમદે શાનદાર બોલિંગ કરીને કીવીને મોટો સ્કોર બનાવતા રોક્યું હતું. ખલીલે બે તથા ભુવી અને હાર્દિકે એક એક વિકેટ ઝડપી હતી.
India vs New Zealand: ડેરેલ મિશેલ આમ થયો આઉટ, થયો ડ્રામા
રોહિતની ધમાકેદાર ઈનિંગ
ઓપનર રોહિત શર્માએ આગેવાની ઈનિંગ રમતા પોતાની ટીમના વિજયની મહત્વની ભૂમિકા ભજવી હતી. કીવીએ ભારતને પડકારજનક લક્ષ્ય આપ્યો હતો. તેવામાં ભારતને સારી શરૂઆતની જરૂર હતી. રોહિત અને શિખરે 9.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 79 રન જોડ્યા હતા. રોહિત જ્યારે આઉટ થયો ત્યારે ટીમે અડધો લક્ષ્ય પાર કરી લીધો હતો. રોહિતે આ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તે ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ટી20માં પોતાના 100 છગ્ગા પણ પૂરા કર્યાં હતા.