નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ હવે તેના અંતિમ ચરણ પર પહોંચી ગઈ છે. બંને ટીમોની વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શનિવારે (19 ઓક્ટોબર) રમાવવાની છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર મંયક અગ્રવાલ પાસે વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને મોહમ્મદ અઝહરૂદ્દીન (Mohammad Azharuddin)નો રેકોર્ડ તોડવાની તક છે. મયંક અગ્રવાલે (Mayank Agarwal) આ સિરીઝમાં અત્યાર સુધી શાનદરા પ્રદર્શન ક્યું છે. તે અત્યાર સુધી સિરીઝમાં 330 રન બનાવી ચુક્યો છે. જેમાં એક બેવડી સદી અને એક સદી સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાહુલ દ્રવિડની દેખરેખમાં NCAમા ટ્રેનિંગ લઈ રહ્યાં છે 16 દેશોના યુવા ક્રિકેટર


મયંક અગ્રવાલ વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર  બેટ્સમેન છે. જો તેઓ ત્રીજી ટેસ્ટમાં 43 રન ફટકારે છે, તો દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામે એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે. આ સ્થિતિમાં તેને મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ને પાછળ રાખવા 59 રનની જરૂર હતી. અઝહર દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.


આ પણ વાંચો:- રિંગમાં ફાઇટ દરમિયાન માથામાં થઈ ઈજા, બોક્સરનું મોત


ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જેક કાલિસના નામે છે. તેણે 2010-11માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચોમાં 498 રન બનાવ્યા હતા. આ મામલામાં હાશિમ અમલા (490 રન) બીજા ક્રમે છે. આ કેસમાં ત્રીજી ક્રમે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન છે.


સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું- આ બે વ્યક્તિ કરાવી શકે છે ભારત-પાક મેચ


અઝહરુદ્દીને દક્ષિણ આફ્રિકા સામે 1996-97માં છ ઇનિંગ્સમાં 388 રન બનાવ્યા હતા. તેમનો ભારતીય રેકોર્ડ આજદિન સુધી અતૂટ છે. પરંતુ વર્તમાન સિરીઝમાં માત્ર મયંક અગ્રવાલ જ નહીં, રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે પણ અઝહરને પાછળ છોડી દેવાની તક છે.


આ પણ વાંચો:- INDvsSA: આફ્રિકાને વધુ એક ઝટકો, એડન માર્કરમ રાંચી ટેસ્ટથી બહાર


રોહિત શર્માએ વર્તમાન શ્રેણીમાં 2 મેચની ત્રણ ઇનિંગ્સમાં 317 રન બનાવ્યા છે. આવી જ રીતે વિરાટ કોહલીએ બે મેચની ત્રણ ઇનિંગ્સમાં 305 રન બનાવ્યા છે. સ્વાભાવિક છે કે આ બંને ક્રિકેટ વીરેન્દ્ર સહેવાગ કે અઝહરુદ્દીનના રેકોર્ડથી દૂર નથી. તેમાંથી આ કોણ જીતે છે તે જોવાનું બાકી છે. વિરેન્દ્ર સહેવાગે 2007-08માં દક્ષિણ આફ્રિકા સામે પાંચ ઇનિંગ્સમાં 372 રન બનાવ્યા હતા.


જુઓ Live TV:- 


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...