લંડનઃ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા અને ભારત વિરુદ્ધ રમાનારી ટી-20 શ્રેણી માટે કુરેન ભાઈઓ- સૈમ અને ટોમને 14 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે ઈજાને કારણે ઓલરાઉન્ટ બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર રહેશે. 1999 બાદ આ પ્રથમ અવસર છે જ્યારે બે ભાઈ એક સમયે ઈંગ્લેન્ડ માટે મેચ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા બેન હોલિયોક અને એડમ હોલિયોકને 1999માં શ્રીલંકા વિરુદ્ધ સિડનીમાં ઈંગ્લેન્ડ માટે મેચ રમી હતી. 20 વર્ષ બાદ સૈમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરશે. તેણે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી એકમાત્ર ટેસ્ટ રમી છે, જ્યારે 23 વર્ષિય ટોમે ઈંગ્લન્ડ માટે અત્યાર સુધી 6 ટી-20 મેચ રમી છે. 


રૂટ પણ કરશે કમબેક
કુરેન બંધુઓ સિવાય જો રૂટની વાપસી થઈ છે. રૂટે  પોતાની અંતિમ ટી20 મેચ સપ્ટેમ્બર 2017માં રમી હતી. રૂટ સિવાય મોઇન અલી, જોની બેયરસ્ટો અને જ્જક બાલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર માર્ક વુડને આરામ આપવામાં આવ્યો છે. ક્રિસ વોક્સ પણ ઈજાને કારણે બહાર રહેશે. જ્યારે સેમ બિલિંગ્સ, ડેવિડ મલાન, લિયામ ડોસન અને જેમ્સ વિંસને 14 સભ્યોની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. 


ઈંગ્લેન્ડ માટે શ્રેણી પડકારજનક
ઈંગ્લેન્ડ છેલ્લી 10 ટી-20 મેચમાંથી માત્ર 3 મેચ જીતી શક્યું છે. તેવામાં આ શ્રેણી તેના માટે પડકારજનક રહેશે. ઈંગ્લેન્ડ 27 જૂને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એજબેસ્ટનમાં એકમાત્ર ટી20 મેચ રમશે. ત્યારબાદ ત્રણથી 8 જુલાઈ વચ્ચે ભારતની સામે ત્રણ ટી20 મેચ રમશે. 


ટીમ- ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોનાથન બેયરસ્ટો, જ્જક બાલ, જોસ બટલર, સૈમ કુરેન, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, ક્રિકેટ જોર્ડન, લિયામ પ્લેંકટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, ડેવિડ વિલે.