IPL 2019 Auction: એક ટીમમાંથી પડતા મુકાયેલા ખેલાડીઓનો હાથ પકડશે બીજી કોઈ ફ્રેન્ચાઇઝી
થોડા સમય બાદ આઈપીએલની 12મી સિઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થશે. આ વખતે બોલીમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ ભારતીય ખેલાડીઓ પર કોન દાવ લગાવશે.
નવી દિલ્હીઃ મંગળવાર 18 ડિસેમ્બરે જયપુરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019 માટે ખેલાડીઓની બોલી લાગશે. તેમાં એ ખેલાડીઓ પર પણ નજર રહેશે જેને ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કર્યા છે. શું તેના પર ફરી એક વખત મોટો દાવ લગાવશે કે નહીં તે જોવાનું રસપ્રદ રહેશે.
જયદેવ ઉનડકટ
ગત વર્ષે આઈપીએલમાં જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સે તેને 11.5 કરોડ રૂપિયા ખર્ચ કરીને ખરીદ્યો હતો. આ વખતે તેને રોયલ્સે રિટેન કર્યો નથી. ગત વર્ષે 15 મેચમાં માત્ર 11 વિકેટ ઝડપી શક્યો હતો.
ઉનડકટે આ સિઝન માટે પોતાની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા રાખી છે જે ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ છે. ઉનડકટ 2017મા ત્યારે નજરમાં આવ્યો હતો જ્યારે તેણે પુણે માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 12 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. ત્યારે તેને 50 લાખ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો હતો.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ પર પણ આ વખતે બોલી લાગશે. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. પંજાબે તેને આઈપીએલ 2019 માટે રિલીઝ કરી દીધો છે. ગત વર્ષે પંજાબે તેને બે કરોડમાં ખરીદ્યો હતો. તેની 2018ની સિઝન ખરાબ રહી અને તેણે માત્ર 8 મેચમાં 65 રન બનાવ્યા હતા.
યુવરાજ લીગની શરૂઆતથી આઈપીએલ સાથે છે. તેને 2014મા બેંગલોરે 14 કરોડ રૂપિયા અને 2015મા દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.
અક્ષર પટેલ
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર પટેલને ગત સિઝનમાં 9 મેચમાં માત્ર ત્રણ વિકેટ મળી હતી. તેની એવરેજ 72.66ની રહી અને ઈકોનોમી 8.38. તે બેટિંગમાં પણ કોઈ ખાસ કમાલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 2018ની સિઝન માટે પંજાબે તેને રિટેન કર્યો હતો.
યુવરાજની જેમ તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. 24 વર્ષના આ ઓલરાઉન્ડરે આઈપીએલની 73 મેચમાં 740 રન બનાવ્યા છે અને 69 વિકેટ ઝડપી છે. તેણે પોતાની તમામ આઈપીએલ સિઝન પંજાબ માટે રમી પરંતુ 2013મા તે મુંબઈની ટીમમાં હતો.
IPL 2019 Auction: આજે જયપુરમાં થશે હરાજી, ક્યારે-ક્યાં-કઈ રીતે જોશો લાઇવ
ઈશાંત શર્મા
ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં સારી બોલિંગ કરી રહ્યો છે. તેણે આઈપીએલની હરાજીમાં બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા રાખી છે. તે ભારતની નિર્ધારિત ઓવરની ટીમનો નિયમિત સભ્ય નથી. પરંતુ આઈસીસી વર્લ્ડ કપ પહેલા સંભવ છે કે, કેટલાક મોટા નામ આરામ કરે તેવામાં ઈશાંત પર મોટો દાવ લાગી શકે છે.
ઇશાંત આઈપીએલમાં હૈદરાબાદ, પંજાબ, ડેક્કન ચાર્જર્સ, પુણે અને કોલકત્તા માટે રમ્યો છે. તેણે 76 મેચોમાં 58 વિકેટ લીધી છે.
IPL 2019 Auction: આઈપીએલની 12મી સિઝન માટે થશે 346 ખેલાડીઓની હરાજી, માત્ર 70ને મળશે તક
રિદ્ધિમાન સાહા
ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા સાહાએ પોતાની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા રાખી છે. સાહાને આ વર્ષે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ઈજા થઈ હતી. સાહાને હૈદરાબાદે રિલીઝ કર્યો છે.
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા છે. 28 વર્ષનો બોલરને દિલ્હીએ રિલીઝ કરી દીધો છે. તે 2014થી આ ટીમમાં હતો. આ સિવાય તે કોલકત્તા માટે પણ રમ્યો છે.