નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019) માં પોઇન્ટ ટેબલની સ્થિતિ હવે સ્પષ્ટ થવા તરફ છે. બધી ટીમોની હજુ કેટલીક મેચ બાકી છે. બુધવારે બેંગલુરૂએ પંજાબને હરાવી પ્લેઓફમાં આવવા માટે પોતાની આશા તો જીવંત રાખી છે પરંતુ રનરેટમાં ખાસ સુધારો ન કરી શકતાં હજુ એના માટે મોટો પડકાર છે. બેંગલુરૂએ જે રીતે બુધવારે રમત બતાવી એ જોતાં એણે પોતાના માટે મુસીબત વધારી છે અને વિરાટ કોહલીની ટીમ પ્લેઓફથી દૂર થતી દેખાઇ રહી છે. આ મેચમાં એની પાસે મોકો હતો પરંતુ ગુમાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂ કેમ પ્લેઓફથી દૂર
પ્રથમ છ મેચમાં સતત હારનો સામનો કર્યા બાદ બાકીની તમામ મેચ જીતવી બેંગલુરૂ માટે જરૂરી હતી. સાતમી મેચ બાદ બેંગલુરૂએ સતત ત્રણ મેચ જીતી છે. જો સાતેય મેચ જીતે તો બેંગલુરૂ 14 પોઇન્ટ બનાવી શકે છે. પરંતુ પ્લેઓફમાં આવવા માટે આ પુરતુ નથી, બેંગલુરૂએ રનરેટમાં સુધાર કરવો પણ અતિ આવશ્યક છે. પરંતુ અન્ય ટીમોની સરખામણીએ બેંગલુરૂ રનરેટમાં સૌથી પાછળ છે. 


બેંગલુરૂ માટે રનરેટ એક સમસ્યા
વિરાટ માટે હવે બાકીની ત્રણ મેચો જીતવી જરૂરી છે એટલું નહીં પરંતુ આ મેચ મોટા માર્જીન સાથે જીતવા જરૂરી છે. દિલ્હી, રાજસ્થાન અને હૈદરાબાદ વિરૂધ્ધ મેચ રમવાની છે. આ ટીમો કમજોર નથી. એવામાં વિરાટ પાસે આ મેચમાં મોટા માર્જીન અને સારા રનરેટથી જીતવા જરૂરી છે. જે મોટો પડકાર છે. હાલમાં બેંગલુરૂની સરેરાશ રનરેટ -0.683 છે. બેંગલુરૂને પ્લેઓફમાં આવવા માટે કોલકત્તા, પંજાબ અને હૈદરાબાદ સામે ટક્કર છે. રાજસ્થાન વિરૂધ્ધ તો માત્ર જીત મેળવવાથી રાજસ્થાન પ્લેઓફથી બહાર નીકળી જશે.


IPL: લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર


લેટેસ્ટ સ્પોર્ટ્સ ન્યૂઝ, જાણો એક ક્લિક પર