IPL 2019 : 500ની ક્લબમાં 5 અલગ-અલગ ટીમોના ખેલાડી
10મી સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે બનાવ્યો અને ઓરેન્જ કેપનો હકદાર બન્યો. વોર્નરે 12 મેચોમાં 692 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનનું સમાપન થઈ ચુક્યું છે અને હવે આંકડા તરફ જોવાનો સમય છે. રવિવારે સમાપ્ત થયેલી સિઝનમાં એક રોચક આંકડો સામે આવ્યો છે કે 500થી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પાંચ અલગ-અલગ ટીમોના ખેલાડી સામેલ છે. 12મી સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે બનાવ્યા અને તે ઓરેન્જ કેપનો હકદાર બન્યો હતો. વોર્નરે 12 મેચોમાં 692 રન બનાવ્યા. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે.
વોર્નર 600ની ક્લબમાં સામેલ એકમાત્ર ખેલાડી રહ્યો છે. આ સિવાય 5ની ક્લબમાં કિંગ્લ ઇલેવન પંજાબના લોકેશ રાહુલ (593), ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સના સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડિ કોક (529), દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન (521) અને કોલકત્તા નાઇટ રાઇડર્સનો આંદ્રે રસેલ (510) સામેલ છે. 500ની ક્લબમાં સામેલ ખેલાડીઓમાં માત્ર વોર્નર અને રાહુલ જ સદી ફટકારી શક્યા હતા.
IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી
રાહુલે એક સદી સિવાય 6 અડધી સદી ફટકારી જ્યારે ડિ કોકે 4 અડધી સદી ફટકારી હતી. આ રીતે ધવનના બેટથી 5 અને રસેલના બેટથી ચાર અડધી સદી નિકળી હતી. આઈપીએલની 12મી સિઝનમાં 400થી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (416)ની એવરેજ શાનદાર રહી. ધોની ફાઇનલમાં માત્ર 2 રન બનાવી શક્યો પરંતુ તેમ છતાં 15 મેચોમાં તે 83થી વધુની એવરેજથી રન બનાવવામાં સફળ રહ્યો હતો.
IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર