IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલી ફાઇનલ મેચ બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 
 

IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી

હૈદરાબાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલા બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે, આઈપીએલ હંમેશા નાટકથી ભરપૂર હોય છે, જ્યારે વિરેન્દ્ર સહેવાગે તેને શાનદાર મુકાબલો ગણાવ્યો હતો. 

સચિન તેંડુલકરઃ સૌથી રોમાંચક સત્રોમાંથી એકનો શાનદાર અંત. શાનદાર વ્યક્તિગત પ્રદર્શન ટીમવર્ક સામે ન ટકી શકે અને આ સાબિત થઈ ગયું. 

— Sachin Tendulkar (@sachin_rt) May 12, 2019

સૌરવ ગાંગુલીઃ શું મેચ હતો અને અચાનક જાણવા મળે છે કે માણસ જ રમી રહ્યાં હતા. દબાણમાં શાનદાર કૌશલ્યનું પ્રદર્શન. 

— Sourav Ganguly (@SGanguly99) May 12, 2019

વિરેન્દ્ર સહેવાગઃ દમદાર ફાઇનલ. શાનદાર ટૂર્નામેન્ટ. ચેન્નઈનું ભાગ્ય ખરાબ રહ્યું. મુંબઈને શુભેચ્છા. 

— Virender Sehwag (@virendersehwag) May 12, 2019

એબી ડિવિલિયર્સઃ વાહ. નિઃશબ્દ. આઈપીએલ, શું શાનદાર ટૂર્નામેન્ટ. 

— AB de Villiers (@ABdeVilliers17) May 12, 2019

આર. અશ્વિનઃ ઓહ શું શાનદાર મેચ હતો. મુંબઈ અને રોહિત શર્માને શુભેચ્છા. ચેન્નઈ અને એમએસ ધોનીનું ભાગ્ય ખરાબ રહ્યું. 

— Ashwin Ravichandran (@ashwinravi99) May 12, 2019

માઇકલ વોનઃ આઈપીએલ હંમેશા નાટકથી ભરપૂર હોય છે. અંતિમ થોડી ઓવરમાં બધું હતું. કેચ છૂટ્યા. મેદાન પર ફોકટ તૂટ્યું. શાનદાર સ્ટ્રોક્સ લાગ્યા, રન આઉટ અને શાનદાર બોલિંગ. 

— Michael Vaughan (@MichaelVaughan) May 12, 2019

જોન્ટી રોડ્સઃ વાહ માલી, શાનદાર પ્રદર્શન. હવે મારે મારા શ્વાસને કાબુમાં કરવા માટે બીયર પીવી પડશે. છેલ્લી દસ મિનિટથી હોટલમાં હું કુદી રહ્યો હતો. શું મેચ હતો. આઈપીએલને કોઈ પ્રેમ કેમ ન કરે. 

— Jonty Rhodes (@JontyRhodes8) May 12, 2019

સૈમ બિલિંગ્સઃ ચેન્નઈની ટીમ પર ગર્વ છે અને તે ટીમમાં હોવું અદ્ભૂત રહ્યું. એટલા ઓછા અંતરથી હાર્યા. આઈપીએલ શું શાનદાર ટૂર્નામેન્ટ છે. મુંબઈને શુભેચ્છા. 

Such small margins; what a competition the @IPL is! Congrats to @mipaltan on the win.#Yellove

— Sam Billings (@sambillings) May 12, 2019

વીવીએસ લક્ષ્મણઃ મુંબઈએ દબાવનો સારી રીતે સામનો કરીને જીત મેળવી. શું શાનદાર ફાઇનલ હતી. 

— VVS Laxman (@VVSLaxman281) May 12, 2019

કેવિન પીટરસનઃ શાનદાર. વધુ એક લાજવાબ ટૂર્નામેન્ટ. આ મહાન રમતને શીખવા માટે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ એકેડમી., આઈપીએલ. 

Yet another OUTSTANDING tournament.

The BEST cricket academy for learning our great game, in the world!

💙💙💙💙💙

— Kevin Pietersen🦏 (@KP24) May 12, 2019

ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે કટ્ટર હરીફ ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ ઓવરમાં એક રનથી હરાવીને આઈપીએલની 12મી સિઝનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈની ટીમે ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news