મોહાલીઃ જીતની નજીક પહોંચીને હારેલી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ તેની ટીમ ડરી ગઈ અને લક્ષ્યનું યોગ્ય અનુમાન લગાવવામાં નિષ્ફળ રહી હતી. આ કારણે 14 રનથી પરાજય થયો હતો. જીત માટે 167 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીના 17મી ઓવરમાં 3 વિકેટ પર 144 રન હતા. સૈમ કરને હેટ્રિક ઝડપીને દિલ્હીને 19.2 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અય્યરે કહ્યું, મારી પાસે શબ્દ નથી. આ મહત્વનો મેચ હતો અને તેવામાં હારવું અમારા માટે સારૂ નથી. તેણે કહ્યું, આ નિરાશાજનક છે. જે રીતે અમે રમી રહ્યાં હતા, દરેક બોલ પર રનની જરૂર હતી, પરંતુ તે સ્થિતિ સામે અમે હારી ગયા. અમે ચતુરાઇપૂર્વક ન રમ્યા અને દરેક વિભાગમાં ઓગણીસ સાબિત થયા હતા. 


ODI World Cup 2011: આજે વિશ્વ વિજેતા બન્યું હતું ભારત, પૂરો થયો હતો 28 વર્ષનો દુકાળ 


કેપ્ટને કહ્યું, અમે લક્ષ્યનું યોગ્ય અનુમાન ન લગાવી શક્યા અને ડરી ગયા. તેણે સતત બે વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસ અને રિષભ પંત આઉટ થયા બાદ અમે મેચ હારી ગયા હતા. અમારા બેટ્સમેનોએ પણ કોઈ પહેલ ન કરી. 


આ પહેલા દિલ્હીએ કોલકત્તાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. અય્યરે કહ્યું, મને ખ્યાલ આવતો નથી કે શું થઈ ગયું. ગત મેચમાં પણ આમ થયું હતું. અમારે કેટલાક પાસાંઓ પર મહેનત કરવી પડશે અને ભૂલમાંથી શીખવું પડશે.  



IPL 2019: પોતાની હેટ્રિકથી અજાણ હતો સૈમ કરન, સાથી ખેલાડીએ આપી જાણકારી