કોલકત્તાઃ સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ રવિવારે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાહિરે મેચમાં 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેને ઈડન ગાર્ડનમાં આ શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કેકેઆરે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. મહેમાન સીએસકેએ 162 રનનો પડકાર મળ્યો જેને તેણે સુરેશ રૈના (58*)અને જાડેજા (31*)ના દમ પર 2 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. 


તાહિરે ઈનિંગની 11મી ઓવરના બીજા બોલ પર નીતીશ રાણા (21)ને પેવેલિયન પરત મોકલ્યો હતો. નીતીશે 18 બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરના ચોથા બોલ પર રોબિન ઉથપ્પા (0) પણણ તાહિરનો શિકાર બન્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર