IPLમાં તોફાની ઈનિંગ રમવાની તૈયારીમાં હાર્દિક પંડ્યા, `હેલીકોપ્ટર શોટ`નો વીડિયો વાયરલ
હેલીકોપ્ટર શોટ ફટકારવાનો પ્રયત્ન કરનાર હાર્દિક પંડ્યાને યૂઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી થશે. આ લીગમાં રમનારી ટીમોના ખેલાડીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજ રીતે મુંબઈ ઈન્ડિયન્સનો ક્રિકેટર હાર્દિક પંડ્યા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સિગ્નેચર 'હેલીકોપ્ટર' શોટ રમવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો છે.
IPL 19: સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના સલાહકાર, પોન્ટિંગ સાથે કરશે કામ
મહત્વનું છે કે યોર્કર બોલનો મુકાબલો કરવા માટે હેલીકોપ્ટર શોટ એક પ્રભાવી રીત છે, જેનો ઉપયોગ હંમેશા બોલર નાના ફોર્મેટના મેચમાં કરે છે. પ્રશંસકો માટે ખુશીની વાત છે કે હાર્દિક પંડ્યા ફરી એકવાર રમવા માટે તૈયાર થઈ ગયો છે. આ પહેલા તેને પીઠના નિચલા ભાગમાં થયેલી ઈજા બાદ હાલમાં સમાપ્ત થયેલી વનડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ સિરીઝ મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ 3-2થી પોતાના નામે કરી લીધી હતી.
વિશ્વકપ દૂર, અત્યારે આ જીતનો આનંદ લેવાનો સમયઃ ખ્વાજા
ભારતના આ ઓલરાઉન્ડરને તેની તોફાની બેટિંગ માટે જાણવામાં આવે છે. આ સાથે તે ઉપયોગી બોલર પણ છે. પંડ્યાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 67 સિક્સ ફટકારી છે. તો તેણે અત્યાર સુધી તમામ ફોર્મેટમાં મળીને 97 વિકેટ ઝડપી છે.