વિશ્વકપ દૂર, અત્યારે આ જીતનો આનંદ લેવાનો સમયઃ ખ્વાજા
ખ્વાજાએ 5 મેચોમાં 50, 38, 104, 91 અને 100રનની ઈનિંગ રમી હતી. ખ્વાજાને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું, આ જીત ખુબ મોટી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનું કહેવું છે કે તેના માતે ભારતને તેની ધરતી પર પરાજય આપવો મોટી સિદ્ધિ છે અને તે વિશ્વકપ વિશે વિચારવાનીજ ગ્યાએ આ જીતનો આનંદ ઉઠાવવાનો સમય છે. ડાબા હાથના આ ઓપનિંગ બેટ્સમેને ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝમાં 0-2થી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા 3-2થી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ખ્વાજાએ 5 મેચોમાં 50, 38, 104, 91 અને 100રનની ઈનિંગ રમી હતી. ખ્વાજાને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું, આ જીત ખુબ મોટી છે. ભારતમાં સિરીઝ જીતવી મોટી વાત છે. અહીં આવીને રમવું મુશ્કેલ હતું અને તે પણ એક સારી ટીમ વિરુદ્ધ. તેણે અમને ઓસ્ટ્રેલિયામાં પરાજય આપ્યો હતો, તેથી 2 મેચોમાં મળેલી હાર બાદ વાપસી કરતા સતત 3 મેચ જીતીને સિરીઝ જીતવી શાનદાર છે.
તેણે કહ્યું, અમે અત્યારે સારી રમી રહ્યાં છીએ. અમે આ સમયે માત્ર સિરીઝનો આનંદ ઉઠાવશું. અમારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ વનડે રમવાના છે જે એક સારી ટીમ છે. અમારા માટે આગળ જોવું જરૂરી નથી, અમે પહેલા આ જીતનો આનંદ ઉઠાવવા માગીએ છીએ.
તે પૂછવા પર કે શું આ પ્રકારનું શાનદાર પ્રદર્શન ઓસ્ટ્રેલિયાને વિશ્વકપના ટાઇટલનો બચાવ કરવામાં દાવેદાર બનાવે છે તો ખ્વાજાએ કહ્યું, મને ખાતરી નથી. વિશ્વકપ હજુ ઘણો દૂર છે. અમે સારૂ રમ્યા છીએ. આગળ વધતા તેનું મહત્વ હોતું નથી. કેટલાક નવા મેચ હશે, નવી ટીમ હશે અને નવી પિચ હશે.
ખ્વાજાએ કહ્યું, લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા બાદ હું જાણી ગયો છું કે તમે ભવિષ્ય વિશે વધુ વિચારો તો તમે મુશ્કેલીમાં પડી જાવ છો. અમારે આકરી મહેનત કરીને આગળ વધતા રહેવું જોઈે. આશા છે કે અમે આમ કરી શકશું, બાકી બધુ યોગ્ય થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે