IPL 2020: રાજસ્થાન રોયલ્સને ઝટકો, ચેન્નઈ વિરુદ્ધ મેચમાં નહીં રમે જોસ બટલર
બટલરે રોયલ્સના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં કહ્યું, `હું દુર્ભાગ્યથી રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ મેચ રમી શકીશ નહીં કારણ કે હું ફરજીયાત આઈસોલેશનમાં છું. તેની જરૂરીયાત એટલા માટે પડી કારણ કે હું અહીં મારા પરિવારની સાથે છું.
દુબઈઃ ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પ્રથમ મેચ રમી શકશે નહીં. તે પોતાના પરિવારની સાથે યૂએઈમાં આવી ગયો છે અને હાલ ફરજીયાત આઈસોલેશનમાં છે.
તેણે રોયલ્સના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં કહ્યું, 'હું દુર્ભાગ્યથી રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ મેચ રમી શકીશ નહીં કારણ કે હું ફરજીયાત આઈસોલેશનમાં છું. તેની જરૂરીયાત એટલા માટે પડી કારણ કે હું અહીં મારા પરિવારની સાથે છું. રોયલ્સ પાસેથી પરિવારની સાથે રહેવાની મંજૂરી મળવી શાનદાર છે.'
તેણે કહ્યું, લૉકડાઉન દરમિયાન મને મારા પરિવારની સાથે રહેવામાં ખુદ મદદ મળશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીમિત ઓવરોની સિરીઝ 16 સપ્ટેમ્બરે પૂરી થયા બાદ બંન્ને દેશોના કુલ 21 ખેલાડી આઈપીએલ માટે યૂએઈ આવ્યા છે. આ ખેલાડી ઈંગ્લેન્ડના બાયો બબલ (જૈવ સુરક્ષિત માહોલ)થી યૂએઈના બાયો-બબલમાં ચાર્ટર્ડ પ્લેનથી આવ્યા તેથી બીસીસીઆઈએ તેનો આઈસોલેશનનો સમયગાળો છ દિવસની જગ્યાએ 36 કલાક કરી દીધો હતો.
સંજય માંજરેકર ફરી વિવાદમાં, પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂને ગણાવ્યા 'લો પ્રોફાઇલ ક્રિકેટર'
બટલર પોતાના પરિવારની સાથે એક અલગ વિમાનથી અહીં પહોંચ્યો જેથી તેણે છ દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. ટીમ પહેલાથી જ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ખોટ અનુભવી રહી છે જે બીમાર પિતાની દેખરેખ રાખવા હાલ ન્યૂઝીલેન્ડમાં છે. તે ટીમ સાથે ક્યારે જોડાશે તેની પર હજુ સ્પષ્ટતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube