સંજય માંજરેકર ફરી વિવાદમાં, પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂને ગણાવ્યા 'લો પ્રોફાઇલ ક્રિકેટર'

આઈપીએલની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવ્યું. આ મુકાબલામાં રાયડૂએ 71 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. માંજરેકરે રાયડૂને લો પ્રોફાઇલ ક્રિકેટર ગણાવ્યો, જેથી ફેન્સ ભડકી ગયા હતા. 
 

સંજય માંજરેકર ફરી વિવાદમાં, પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂને ગણાવ્યા 'લો પ્રોફાઇલ ક્રિકેટર'

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર વિવાદોમાં ઘેરાયો જ્યારે તેણે શનિવારે સોશિયલ મીડિયા પર અંહાતી રાયડૂ અને પીયૂષ ચાવલાને 'લો પ્રોફાઇલ ક્રિકેટર' ગણાવ્યા. ત્યારબાદ ફેન્સ અને ક્રિકેટ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો હતો. 

આઈપીએલની 13મી સીઝનની પ્રથમ મેચમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ મુકબાલામાં રાયડૂએ 71 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

આ વચ્ચે માંજરેકરે ટ્વીટ કરીને રાયડૂ અને બોલર પીયૂષ ચાવલાને લો-પ્રોફાઇલ ક્રિકેટર ગણાવ્યા. માંજરેકરે ટ્વીટ કરીને લખ્યુ- 'બે લો પ્રોફાઇલ ક્રિકેટરો પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂ માટે ખુબ ખુશ છે. ચાવલાએ સારી બોલિંગ કરી, 5મી અને 16મી ઓવર ફેંકી. રાયડૂ... શોટ્સની ક્વોલિટીના આધાર પર તેની આઈપીએલની બેસ્ટ ઈનિંગમાંથી એક. ખુબ શાનદાર સીએસકે.'

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 19, 2020

તેના પર રાયડૂ અને ચાવલાના ફેન્સ ભડકી ગયા. એક યૂઝરે લખ્યુ, સંજય સર, તમે લો પ્રોફાઇલ ક્રિકેટર બોલીને શું કહેવા ઈચ્છો છો? આ પ્રોફાઇલ કોણ નક્કી કરે છે?

— Kalyan Krishna (@MrCrazyDon) September 19, 2020

કેટલાક યૂઝરોએ તેમનો સપોર્ટ પણ કર્યો અને જણાવ્યું કે, સંજયે લો પ્રોફાઇલ કેમ કહ્યા હતા. 

— Lovelish Agarwal (@lovelish1983) September 20, 2020

પાછલા વર્ષે વનડે વિશ્વકપ દરમિયાન પણ માંજરેકરે વિવાદ ઉભો કરી દીધો હતો, જ્યારે તેણે ધુરંધર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશે કહ્યુ હતુ કે, મને આવા ખેલાડી જરા પસંદ નથી, જે ટુકડા-ટુકડામાં પ્રદર્શન (Bits and Pieces) કરતા હોય, ત્યારબાદ જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news